Homeતાપણુંદાહોદમાં રાહુલ ગાંધીનું સંબોધનઃ કહ્યું, સરકારે બે હિંદુસ્તાન બનાવ્યા છે, એક અમીરોનું...

દાહોદમાં રાહુલ ગાંધીનું સંબોધનઃ કહ્યું, સરકારે બે હિંદુસ્તાન બનાવ્યા છે, એક અમીરોનું અને બીજું ગરીબોનું

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે. આજે કોંગ્રેસના રાહુલ ગાંધી દાહોદ ખાતે ઉપસ્થિત રહ્યા છે. દાહોદમાં નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં  આદિવાસી સત્યાગ્રહ રેલી યોજાઈ હતી. જેમાં રાહુલ ગાંધીએ ઉપસ્થિત રહીને જનસભાને સંબોધન કર્યું હતું. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહનું લોન્ચિંગ કર્યું હતું. કોંગ્રેસના દ્વારા આદિવાસીઓને લઈને એક સંકલ્પ પત્ર રજુ કરવામાં આવ્યું હતું અને આ સંકલ્પ પત્ર લઈને આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો આદિવાસીઓના ઘર ઘર સુધી પહોંચશે.

રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહ રેલીમાં પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, નોટબંધીના કારણે કાળું નાણુ પરત લાવવાના નામે દેશના સામાન્ય નાગરિકને બેંકની સામે ઉભા રાખી દીધા અને અરબપતિઓને ફાયદો કરાવ્યો. સરકારે બે હિંદુસ્તાન બનાવ્યા છે. જેમાં એક અમીર લોકોનું હિંદુસ્તાન અને બીજા હિંદુસ્તાનમાં લાખો કરોડો લોકો રહે છે, ગરીબો રહે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં આદિવાસીઓનો અધિકાર જળ, જમીન અને જંગલ તમારો છે, ગુજરાત સરકારનો અને બિઝનેસમેનનો નથી. જળ, જમીન અને જંગલનો ફાયદો તમને નથી મળી રહ્યો.

અમે ગુજરાતમાં છત્તીસગઢની જેમ ગુજરાતમાં ગરીબ બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરીશું, વાતો નહીં કરીએ ગેરન્ટી આપીશું. આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ એમણે ગુજરાતમાં શરૂ કર્યુ તે આજે ભારતમાં કરી રહ્યા છે, જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે. સરકાર તમારી અવાજ સાંભળી નથી રહી. રાજસ્થાનમાં પણ કોંગ્રેસની સરકાર મફતમાં સારવાર આપી રહી હોવાનું રાહુલે જણાવ્યું. આવું જ કામ અમે ગુજરાતમાં કરવા માંગીએ છીએ.

shreeji dhosa

રાહુલે જણાવ્યું કે, ગુજરાતમાં મૂર્તિઓ બને છે, મોટા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બને છે. તાપી રિવર લિંકથી તમારું પાણી છિનવવામાં આવી રહ્યું છે. જો કોંગ્રેસની સરકાર બનશે તો તાપી રિવલ લિંક પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવશે તેમ રાહુલે જણાવ્યું હતું. ભાજપની સરકાર તમને કંઈ જ આપશે નહીં તમારે તેમની પાસેથી છીનવવું પડશે.

જીજ્ઞેશ મેવાણીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, જિજ્ઞેશ મેવાણીને આંદોલન કરવા બદલ ત્રણ મહિનાની જેલ થઈ છે. ગુજરાત જ એક એવું રાજ્ય છે જ્યાં આંદોલન કરવા માટે પરમિશન લેવી પડે છે. પરંતુ હું જિજ્ઞેશને ઓળખું છું, એને 10 વર્ષની જેલ કરશો તો પણ કોઈ ફરક નહીં પડે. આ સરકાર બે-ચાર અરબપતિઓને તમારું ભવિષ્ય વેચવા માંગે છે.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે યુપીએમાં અમે કોશિશ કરી જળ, જંગલ જમીન આપને મળે. મનરેગાનો કાયદો આપ્યો. કરોડો લોકોને મનરેગાનો ફાયદો થયો. પૂછ્યા વિના જમીન નહીં લેવાય. નરેન્દ્ર મોદીએ લોકસભામાં મનરેગાની મઝાક ઉડાવી. કહ્યું કે મનરેગા હું રદ નહીં કરું.

આદિવાસીઓનો મૌલિક અધિકાર જળ, જંગલ અને જમીન ગુજરાતમાં નથી મળી રહ્યો હોવાનું રઘુ શર્માએ કહ્યું હતું. વડાપ્રધાન આદિવાસીઓના હિત માટે કંઈ બોલતા નથી તેથી કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આદિવાસીઓ માટે જળ, જંગલ અને જમીન માટે સત્યાગ્રહ કરવો પડી રહ્યો છે. રઘુ શર્માએ કહ્યું કે, આદિવાસીઓ રોજગાર માટે પલાયન કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસે ખોલેલી શાળાઓ અને દવાખાનાઓને ભાજપે ખાનગી કંપનીને સોંપી દીધા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments