Team Chabuk-Entertainment Desk: લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હવે ટપુ (રાજ અનડકટ ) અને તારક મહેતા ( શૈલેષ લોઢા ) નહીં જોવા મળે. એક નિયમના કારણે બંનેએ તારક મહેતા શો છોડવાનું નક્કી કરી લીધું છે. થોડા સમય પહેલાં જ ચર્ચા હતી કે સિરિયલમાં તારક મહેતાનો રોલ પ્લે કરતાં શૈલેષ લોઢા આ શોમાં જોવા મળશે નહીં. જોકે હજી સુધી પ્રોડ્યુસર કે એક્ટરે આ અંગે કંઈ જ કહ્યું નહોતું. હવે એવી વાત સામે આવી છે કે સિરિયલમાં તારક મહેતાના રોલમાં શૈલેષ લોઢા હવે ક્યારેય જોવા મળશે નહીં.
એક ખાનગી અહેવાલ મુજબ અસિત મોદીએ શૈલેષ લોઢાને મનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમની તમામ મહેનત પર પાણી ફરી વળ્યું છે. શૈલેષ લોઢાએ શોમાં પરત ફરવાની મનાઈ કરી દીધી છે. દાવો છે કે, અસિત મોદી મહિનામાં શૈલેષ લોઢાને 15 દિવસથી વધુ દિવસ સેટ પર બોલાવતા નથી. આથી જ શૈલેષ લોઢાએ બાકીના સમયમાં અન્ય પ્લેટફોર્મ પર આવતાં કવિતા બેઝ શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જો કે, આ તેમણે અસિત મોદી સાથે કરેલા કોન્ટ્રાક્ટની વિરુદ્ધ છે. આ મુદ્દે અસિત મોદીએ શેલૈષ લોઢાને ટકોર કરી હતી. અસિત મોદીએ શૈલેષ લોઢાને વિનંતી કરી હતી કે તે કોન્ટ્રેક્ટ તોડીને બીજા શોમાં કામ કરી શકે નહીં. તે આ રીતની પરવાનગી પણ આપી શકે નહીં. જો તે એકને મંજૂરી આપશે તો બાકીના કલાકારો પણ કોન્ટ્રેક્ટ તોડશે.
મહત્વનું છે કે, અસિત મોદીએ સિરિયલમાં કામ કરતા તમામ કલાકારો સાથે એક ખાસ કોન્ટ્રેક્ટ કર્યો છે. આ કોન્ટ્રેક્ટ મુજબ સિરિયલમાં કામ કરતા કલાકારો અન્ય બીજું કોઈ કામ કરી શકે નહીં. પછી ભલે તેમને ભલે મહિનામાં 15 દિવસ જ કામ મળે.
સિરિયલમાં ટપુનો રોલ કરતા રાજ અનડકટે પણ આ જ કારણે શો છોડી દીધો છે. રાજ એક મ્યુઝિક વીડિયોમાં કામ કરવા માગતો હતો પરંતુ તેને પણ આ નિયમ નડી રહ્યો હતો. જો કે, હવે સવાલ એ છે કે, સિરિયલના મુખ્ય પાત્રોનું સ્થાન અન્ય કોણ લે છે.
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત