Team Chabuk-Political Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપ સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરાવી શકે તેવો સાંજ સમાચાર તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર ઉમેદવારને લઇને ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર પૂર્વ CM વિજય રૂપાણી ધારાસભ્ય છે. ત્યારે આ બેઠક પર પાટીદાર અને અન્ય સમાજ પણ દાવેદારી રહ્યાં છે. વિજય રૂપાણી પણ પોતાના વફાદાર માટે ટિકિટની માંગ કરી રહ્યાં છે. વિજયભાઈ રુપાણીને પંજાબના પ્રભારી બનાવતા ટિકિટ માટે લોબિંગ શરૂ થઇ ગયું છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલને પણ ભાજપ સૌરાષ્ટ્રની બેઠક પરથી ઉમેદવારી કરાવે તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. એવામાં તેઓ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડે તો નવાઈ નહી. જો ભાજપ રાજકોટથી મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલને ચૂંટણી લડાવશે તો તેની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં થશે અને આ ભાજપનો માસ્ટર સ્ટ્રોક ગણાશે. રાજકોટ પશ્વિમ બેઠક પર પાટીદાર સમાજને ટીકીટ મળવી જોઇએ તેવી માગણી થઇ હતી.
કેશુભાઈ, નરેન્દ્ર મોદી અને વિજય રુપાણી બાદ રાજકોટને ફરી એક વખત મુખ્યમંત્રી ચૂંટવાની તક મળશે ! ભાજપના ટોચના વર્તુળો દ્વારા સૌરાષ્ટ્ર માટે ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે રાજકોટની પશ્ચિમ બેઠક માટે ભાજપ નવા ઉમેદવારની શોધમાં હોવાના સંકેત મળી રહ્યાં છે. નોંધનીય છે કે, ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ CM વિજય રૂપાણીને કેન્દ્રીય નેતૃત્વએ મોટી જવાબદારી આપી હતી. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદની ઘાટલોડિયા ધારાસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ ગુજરાતમાંથી કોઇપણ બેઠક જીતી શકે તેમ છે તે સમયે ઘાટલોડિયા બેઠક પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ફાળવીને તેમને પણ ‘સાચવી’ લેવાય તેવી શક્યતા પણ નકારાતી નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
