HomeસિનેમાવાદDeepika Padukone: એક્ટ્રેસ દીપિકા પાદુકોણની તબિયત અચાનક બગડી, હોસ્પિટલમાં દાખલ

Deepika Padukone: એક્ટ્રેસ દીપિકા પાદુકોણની તબિયત અચાનક બગડી, હોસ્પિટલમાં દાખલ

Team Chabuk-Entertainment Desk: બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને અસ્વસ્થતાની ફરિયાદ બાદ સોમવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રી હવે સંપૂર્ણ સ્વસ્થ છે. આ બીજી વખત છે જ્યારે દીપિકાની તબિયત બગડી છે. દીપિકા પાદુકોણે હોસ્પિટલમાં તેના લગભગ તમામ ટેસ્ટ કરાવ્યા જેમાં તેને અડધો દિવસ લાગ્યો હતો. ગભરામણની ફરિયાદ બાદ અભિનેત્રીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પિંકવિલાના એક અહેવાલમાં જણાવાયું છે કે અભિનેત્રીની ટીમે હજુ સુધી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ દીપિકા હવે સ્વસ્થ છે.

આ દરમિયાન, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા છેલ્લે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કર્વા સાથે ‘ગહરાઈયાં’માં જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન શકુન બત્રાએ કર્યું હતું. આ સિવાય જો તેની આવનારી ફિલ્મો વિશે વાત કરીએ તો અભિનેત્રી પ્રભાસ અને નાગા ચૈતન્યની ફિલ્મમાં જોવા મળશે જેનું ટાઈટલ હજુ જાહેર થયું નથી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળશે. દીપિકા શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં પણ મહત્વના રોલમાં જોવા મળશે. તે રિતિક રોશન સાથે ‘ફાઇટર’નો પણ એક ભાગ છે. આ સિવાય દીપિકા ‘ધ ઈન્ટર્ન’નો પણ એક ભાગ છે જ્યાં તે ‘પીકુ’ના કો-સ્ટાર અમિતાભ બચ્ચન સાથે ફરી એકવાર સ્ક્રીન શેર કરતી જોવા મળશે. દીપિકા અત્યારે ઠીક છે, તેના ચાહકો માટે આ રાહતના સમાચાર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments