Homeતાપણુંઆવતીકાલથી બે દિવસ PM મોદી ગુજરાત પ્રવાસે, અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે

આવતીકાલથી બે દિવસ PM મોદી ગુજરાત પ્રવાસે, અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે

Team Chabuk-Political Desk: PM મોદી આગામી 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 29 સપ્ટેમ્બરના રોજ PM મોદી ભાવનગરમાં રોડ શૉ કરશે અને સભાને સંબોધશે. 29મીએ અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. 29મી સપ્ટેમ્બરે રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદી 29 સપ્ટેમ્બરના રોજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. સાથે 30મી સપ્ટેમ્બરે પીએમ મોદી અમદાવાદ ખાતે સભાને સંબોધન કરશે.

જાણો PM મોદીનો કાર્યક્રમ

પ્રધાનમંત્રી 29-30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે
29 સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર
સુરતમાં જંગી જનસભાને સંબોધશે, અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે
29 સપ્ટેમ્બરે ભાવનગરમાં રોડ શો
29 તારીખે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે
29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં હાજરી
PM મોદી 29 સપ્ટેમ્બર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદેભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે પ્રધાનમંત્રી
કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે
અમદાવાદમા AES ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે PM
અમદાવાદથી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
30 તારીખે PM અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે
અંબાજી મંદિરે દર્શન કરી ગબ્બર ખાતે પણ દર્શન કરશે PM મોદી
રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે
રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments