Homeતાપણુંપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈએ એક વર્ષ બાદ જણાવ્યું, ‘રાત્રે હાઇકમાન્ડે આદેશ કર્યો, સવારે...

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈએ એક વર્ષ બાદ જણાવ્યું, ‘રાત્રે હાઇકમાન્ડે આદેશ કર્યો, સવારે રાજીનામું આપ્યું ’

Team Chabuk-Political Desk: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના રાજીનામાં અંગે એક વર્ષ બાદ ખુલાસો કરતા કહ્યું કે, હાઈકમાન્ડે રાત્રે મને કીધું અને બીજે દિવસે મે રાજીનામું આપી દીધું. તેમણે કહ્યું, મેં હાઇકમાન્ડને કારણ ન પૂછ્યું, એટલે મને કારણ ન જણાવવામાં આવ્યું. જો મેં પૂછ્યું હોત તો મને ચોક્કસ કારણ જણાવાયું હોત. હું શરૂઆતથી પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર રહ્યો છું અને હંમેશાં પાર્ટીએ જે કહ્યું છે તે કર્યું છે. પાર્ટીએ મને મુખ્ય મંત્રી બનાવ્યો તો હું બન્યો. પાર્ટીએ મને બદલવાનું નક્કી કર્યું તો હું ખુશીથી હટી પણ ગયો. એક સારા કાર્યકર તરીકે હું ક્યારેય પાર્ટી લાઇનની વિરુદ્ધ ગયો નથી.

રાજ્યમાં જોરદાર પાટીદાર આંદોલન બાદ 2016માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેસબુકના માધ્યમથી રાજીનામું આપ્યું હતું. નીતિન પટેલ વિકલ્પ તરીકે લગભગ નક્કી થઈ જ ગયા હતા પણ ગુજરાતની ગાદી માટે વિજય રૂપાણીની પસંદગી થઈ હતી. 2017ની ચૂંટણી પછી વિજય રૂપાણીની જગ્યાએ નવો કોઈ ચહેરો આવશે એમ માની લેવાયું હતું. 2017નાં પરિણામો ચોંકાવનારાં આવ્યાં હતા. બેઠકોની સંખ્યા ઘટીને માત્ર બે આંકડાંમાં 99 પર આવી ભાજપની સત્તા માંડમાંડ બચી. નવા સીએમ જાહેર કરવાના બદલે ભાજપે તેમને જ બીજી વાર મુખ્યમંત્રી બનાવ્યા હતા.

રુપાણીને હાઈકમાન્ડ તરફથી સૂચના મળી કે ‘રાજીનામું આપી દેશો.’ પાંચ વર્ષ અને 35 દિવસ પછી 11 સપ્ટેમ્બર 2021ના રોજ એક જાહેર કાર્યક્રમમાંથી સીધા જ રાજ્યપાલને ત્યાં જઈએ તેમણે રાજીનામાનો પત્ર સોંપી દીધો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments