HomeસિનેમાવાદPankaj Tripathi: ચૂંટણી પંચે અભિનેતા પંકજ ત્રિપાઠીને નેશનલ આઈકોન જાહેર કર્યા

Pankaj Tripathi: ચૂંટણી પંચે અભિનેતા પંકજ ત્રિપાઠીને નેશનલ આઈકોન જાહેર કર્યા

Team Chabuk-Entertainment Desk: અભિનેતા પંકજ ત્રિપાઠીને ચૂંટણી પંચે એક કાર્યક્રમમાં નેશનલ આઈકોન જાહેર કર્યા છે. અભિનેતાએ મતદારોમાં જાગૃતિ ફેલાવવા માટે ECI સાથે કામ કર્યું હતું, તેથી તેને આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનરની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ‘મિર્ઝાપુર’ કાલીન ભૈયા અને ‘સેક્રેડ ગેમ્સ’, ‘મિમી’ જેવી ફિલ્મોમાં પોતાના નાના રોલથી મોટી છાપ ઉભી કરનાર પંકજ ત્રિપાઠી અભિનયમાં ખૂબ જ માહેર છે. અભિનેતાની પ્રશંસા કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે અમે તેમની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને અને દેશમાં જાગૃતિ ફેલાવવા માટે આ નિર્ણય લીધો છે.

આ સમારોહમાં પંકજ ત્રિપાઠીએ તેમના પ્રથમ મતદાર તરીકે તેમની યાદો શેર કરી હતી. પંકજ કહે છે કે આખી પ્રક્રિયાએ મને ન માત્ર વોટનો અધિકાર આપ્યો પરંતુ મને લોકશાહીમાં અવાજ પણ આપ્યો. અભિનેતાએ યુવા મતદારોને ચૂંટણીમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા જેથી તેઓ તેમના અવાજને આગળ વધારવા માટે યોગ્ય લોકશાહી ચૂંટણીઓ કરી શકે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પંકજ ત્રિપાઠી છેલ્લા બે દાયકાથી સતત ઉદ્યોગ સાથે જોડાયેલા છે. 2017માં આવેલી તેમની ફિલ્મ ‘ન્યૂટન’માં વોટ અને તેના અધિકારો વિશે જણાવવામાં આવ્યું હતું. પંકજ ફિલ્મમાં CRPF જવાનના રોલમાં હતો. ટૂંક સમયમાં જ પંકજ ત્રિપાઠી ‘OMG 2’માં જોવા મળશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments