Team Chabuk-Entertainment Desk: ટીવી એક્ટ્રેસ વૈશાલી ટક્કર આત્મહત્યા કેસના આરોપી રાહુલ નવલાનીની ધરપકડ કરવામાં આવી છે. રાહુલની ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર હરિ નારાયણ ચારી મિશ્રાએ આ વાતની પુષ્ટિ કરી છે. વૈશાલી ઠક્કરે ઈન્દોરમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને તેની પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી.
સુસાઈડ નોટમાં રાહુલ નવલાણી અને તેની પત્ની દિશાને ટોર્ચર અને હેરાન કરવાનું લખ્યું હતું. બંને ફરાર થઈ ગયા હતા, જે બાદ પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે કોઈ તેમની માહિતી પોલીસને આપશે તેને પાંચ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
Indore, Madhya Pradesh: A man named Rahul who is the main accused has been arrested in connection with the suicide case of TV actor Viashali Takkar: Police pic.twitter.com/S5KV5vsf74
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 19, 2022
સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, I quit maa. આઈ લવ યુ પાપા-મા. જો હું ખરાબ દીકરી બની ગઈ હોય તો મને માફ કરી દેજો. મને રાહુલ અને દિશાએ અઢી વર્ષ સુધી મેન્ટલી ટોર્ચર કરી છે. પ્લીઝ રાહુલ અને તેની ફેમિલીને જરૂર સજા અપાવજો. નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે. તમને મારી કસમ ખુશ રહેજો. હું તમને ખૂબ જ પ્રેમ કરુ છું. મિતેશને કહેજો મને માફ કરી દે.
વૈશાલીની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે કે રાહુલે મિત્રતાનો લાભ લઈને છેતરપિંડી કરીને તેના ફોટા પાડ્યા હતા. તેણે આ ફોટા અગાઉના મંગેતરને મોકલ્યા હતા જેના કારણે તેમની સગાઈ તૂટી ગઈ હતી. તે હજુ પણ વૈશાલીને ટોર્ચર કરતો હતો અને બ્લેકમેલ કરતો હતો. અહેવાલ મુજબ, પોલીસે વૈશાલીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ રાહુલ અને તેની પત્નીની ધરપકડ કરી છે
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત