Homeતાપણુંરાજકોટઃ વડાપ્રધાનની સભામાં ભીડ ભેગી કરવામાં સંગઠન નબળું સાબિત થયું ? જુઓ...

રાજકોટઃ વડાપ્રધાનની સભામાં ભીડ ભેગી કરવામાં સંગઠન નબળું સાબિત થયું ? જુઓ આ દ્રશ્યો

Team Chabuk-Political Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓએ ગઈકાલે 19 ઓક્ટોબરના રોજ જૂનાગઢ અને રાજકોટમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. જો કે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાયેલી નરેન્દ્ર મોદીની સભાના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે. જે દ્રશ્યો જોતાં લાગી રહ્યું છે કે, ભાજપ સંગઠન ભીડ ભેગી કરવામાં વામણું સાબિત થયું છે. કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન જ ખુરશીઓ ખાલી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાયેલી જાહેર સભામાં કુલ પાંચ વિશાળ ડોમ ઉભા કરવામાં આવ્યા હતા. દરેક સભાની જેમ સભામાં જનમેદની એકઠી કરવા માટે સરકારી એસટી બસનો પણ સહારો લેવામાં આવ્યો હતો. જેમાં આસપાસના ગામડાઓમાંથી અને રાજકોટ શહેરમાંથી લોકોને સભા સ્થળે લાવવા આ એસટી બસો મૂકવામાં આવી હતી. જો કે વડાપ્રધાનની સભામાં જેટલી ધારણા હતી તે પ્રમાણે લોકો એકઠાં થયા ન હતા. જેનો બોલતો પુરાવો આ એક વીડિયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ ખુરશીઓ ખાલી દેખાઈ રહી છે. સભા સ્થળે કુલ પાંચ ડોમ ઉભા કરવામાં આવ્યા હતા જેમાંથી વડાપ્રધાનના ભાષણ દરમિયાન બે ડોમ સાવ ખાલી નજરે પડી રહ્યા હતા.

ઘણા લોકો તો વડાપ્રધાનનું ભાષણ શરૂ થયું તે પહેલાં જ બહાર નીકળી ગયા હતા. ચૂંટણી પહેલાં ભાજપ સંગઠન માટે આ દ્રશ્યો મનોમંથન કરવા લાયક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ભીડ ભેગી કરવામાં ભાજપ સંગઠન નબળું પુરવાર થયું હોય તેવો ગણગણાટ પણ શરૂ થયો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments