HomeવિશેષSurya Grahan 2022: વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ, સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ...

Surya Grahan 2022: વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ, સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ !

Team Chabuk-Vishesh Desk: બસ હવે થોડા કલાકોમાં જ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ જોવા મળશે. ભારતમાં સૂર્યગ્રહણને સાંજે 4 વાગ્યેને 22 મિનિટથી 5 કલાક 27 મિનિટ સુધી જોઈ શકાશે. સૂર્યગ્રહણ તુલા રાશીમાં સ્વાતિ નક્ષત્રમાં થશે. આ આંશિક સૂર્યગ્રહણ છે જે ગુજરાત સહિત ભારતના મોટાભાગના રાજ્યોમાં જોવા મળશે.

આ વખતે દિવાળીએ સૂર્યગ્રહણ અને બુધ, ગુરુ, શુક્ર, શનિનું સ્વરાશિમાં રહેવું, આ યોગ છેલ્લાં 1300 વર્ષોમાં બન્યો નથી. આ ગ્રહણ ભારતના મોટાભાગના વિસ્તારમાં જોવા મળશે અને તેનું સૂતક સવારે ચાર વાગ્યાથી શરૂ થઈ ગયું છે. દિવાળી પૂજામાં સ્થાપિત કરેલાં લક્ષ્મીજીના બાજોઠને સૂર્યગ્રહણ પૂર્ણ થયાં પછી જ હટાવવો.

અમેરિકી સ્પેસ એજન્સી નાસાની વેબસાઇટ પ્રમાણે 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ યુરોપ, નોર્થ-ઇસ્ટ આફ્રિકા, મિડલ ઈસ્ટ, વેસ્ટ એશિયામાં જોવા મળશે. સૂર્યગ્રહણ પછી 8 નવેમ્બરે પૂર્ણ ચંદ્રગ્રહણ પણ થશે. જે એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર અને અમેરિકામાં જોવા મળશે. ભારતમાં પણ તેને જોઈ શકાશે અને તેનું સૂતક પણ લાગશે.

આ કામ ન કરો
સૂર્યગ્રહણ કંઈ પણ વસ્તુ ખાવાથી નકારાત્મક પ્રભાવ પડે છે. જેથી આ દરમિયાન પકાવેલું ખાવાની મનાઈ કરવામાં આવી છે. તો આ દરમિયાન કાપવા તેમજ છાલ ઉતારવાના કામને પણ વર્જિત મનાયું છે.

નવા કામની શરૂઆત ન કરો
માનવામાં આવે છે કે, સૂર્યગ્રહણ દરમિયાન નકારાત્મકતા વધી જાય છે. આવા સમયે કોઈ કામની શરૂઆત અથવા માંગલિક કામ ન કરવા જોઈએ. ઉપરાંત ગ્રહણ દરમિયાન નખ અને વાળ પણ ન કાપવા જોઈએ.

ગર્ભવતી મહિલાઓ ન કરે આ કામ
સૂર્યગ્રહણકાળ દરમિયાન ગર્ભવતી મહિલાઓ કોઈ પણ પ્રકારની ધારવાળી વસ્તુ જેવી કે ચાકુ, કાતરનો ઉપયોગ ન કરે. ઉપરાંત કોઈ પણ પ્રકારની સિલાઈ ન કરે. તો આ સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને ઘરની બહાર ન નીકળવા પણ કહેવાયું છે અને જો બહાર નીકળવાનું થાય તો પેટના ભાગે ગેરું લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો આવું કરવામાં આવે તો ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થઈ શકે છે.

પૂજા-પાઠ ન કરો
સૂતકકાળ દરમિયાન મંદિરમાં દેવી-દેવતાની પ્રતિમાને ઢાંકીને રાખો. આ દરમિયાન પૂજા-પાઠ ન કરો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments