HomeતાપણુંGujarat Election 2022: સૌથી મોટા સમાચાર, ભાજપની પ્રથમ વિકેટ પડી, ટિકિટ ન...

Gujarat Election 2022: સૌથી મોટા સમાચાર, ભાજપની પ્રથમ વિકેટ પડી, ટિકિટ ન મળતા ધારાસભ્ય AAPમાં સામેલ

Team Chabuk-Political Desk: માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટી જોડાયા છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કેસરીસિંહ સોલંકી બે ટર્મથી માતર વિધાનસભામાં ચૂંટાય છે. આમ ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપને પહેલો ઝટકો લાગ્યો છે. ભાજપે ટિકિટ ન આપતા કેસરીસિંહે રાજીનામું ધરી દીધું છે.

મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીએ માતર બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે વાત એવી પણ સામે આવી રહી છે કે, આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણની ટિકિટ પરત ખેંચી લીધી છે અને કેસરીસિંહ સોલંકીને ટિકિટ આપી દીધી છે. જો કે આ અંગેની સત્તાવાર જાહેરાત હજુ સુધી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments