Team Chabuk-Political Desk: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજનીતિના બાપુ શંકરસિંહ વાઘેલા (Shankersinh vaghela) કોંગ્રેસમાં જોડાશે (join congress). શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી એન્ટ્રીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. 12 તારીખે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ કોંગ્રેસમાં જોડાશે. નોંધનીય છે કે, શંકરસિંહ બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પહેલાં જ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. શંકરસિંહ વાઘેલાને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. જો કે હવે તેઓ કોંગ્રેસમાં જોડાશે તે વાત નક્કી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ બાપુ ગુજરાતના દિગ્ગજ નેતાઓ પૈકીના એક માનવામાં આવે છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ નેતા વિપક્ષ હતા. નરેન્દ્ર મોદી અને તેઓએ કારકિર્દીની શરૂઆત આરએસએસથી જ કરી હતી. શંકરસિંહ વાઘેલા ગુજરાતની રાજનીતિનું એક દિગ્ગજ નામ છે.
નરેન્દ્ર મોદી પણ તેમને ઘણો આદર આપે છે. બંન્ને જ્યારે કાર્યકર્તાઓ હતા ત્યારે સંઘનો પ્રચાર પ્રસાર સાથે અને જાત્તે ફરીને કરતા હતા. એક સ્કુટરમાં બેસીને જતી તેમની અનેક તસવીરો છે. જો કે કેશુબાપાની સરકાર સમયે શંકરસિંહે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. તેઓ હજુરિયા ખજુરિયા કાંડના કારણે પણ ખ્યાતનામ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
