HomeતાપણુંGujarat elction 2022: ઝઘડિયા બેઠક પર ચૂંટણી જંગ રસપ્રદ બન્યો, પિતા-પુત્ર વચ્ચે...

Gujarat elction 2022: ઝઘડિયા બેઠક પર ચૂંટણી જંગ રસપ્રદ બન્યો, પિતા-પુત્ર વચ્ચે જંગ જામશે, છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરી

Team Chabuk-Political Desk: ભરૂચની ઝઘડિયા બેઠક પર BTPના અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના જ પિતાની ટિકિટ પર પોતાનું નામ જાહેર કરી દેતા પરિવારનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. હવે આ બેઠક પરથી પિતા અને બે પુત્ર દ્વારા ઉમેદવારી નોંધાવી છે. ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા-પુત્ર વચ્ચેના જંગમાં આજે પિતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

છોટુ વસાવાનું ફોર્મ પુત્ર કિશોર વસાવાએ ભર્યુ છે. જ્યારે બીજી બાજુ છોટુભાઇના પુત્ર મહેશ વસાવાએ બીટીપી તરફથી ફોર્મ ભર્યુ છે. જ્યારે દિલીપ વસાવાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ છે. આ ચૂંટણીમાં તમામ લોકોની નજર પિતા-પુત્રો વચ્ચેની જંગ પર જરૂર રહેશે.

છોટુભાઇ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતુ. તેમણે BTP અને BTTSના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી માહિતી આપી હતી. મહેશ વસાવા દ્વારા છોટુ વસાવાની અવગણના થતાં હોવાના આક્ષેપો પણ છે. નોંધનીય છે કે, દિલીપ વસાવા BTP અને BTTSના ગુજરાતના મહાસચિવ હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments