HomeસિનેમાવાદDaljit Kaur Passaway: જાણીતી અભિનેત્રીના નિધનથી ફિલ્મ જગત શોકમગ્ન

Daljit Kaur Passaway: જાણીતી અભિનેત્રીના નિધનથી ફિલ્મ જગત શોકમગ્ન

Team Chabuk-Entertainment Desk: પંજાબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. દિગ્ગજ અભિનેત્રી દલજીત કૌરે (Daljit Kaur) દુનિયાને અલવિદા કરી દીધું છે. દલજીત કૌરનું 69 વર્ષની વયે નિધન થયું છે. પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી દલજીત કૌરે અંતિમ શ્વાસ લેતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દલજીત કૌર ઘણી પંજાબી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ત્યારે તેમના નિધનથી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને એક મોટી ખોટ પડી છે. દલજીત કૌરને તેઓના ચાહકો અને ફિલ્મ સ્ટારો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

બ્રેઈન ટ્યૂમરથી પીડિત હતા

ઘણી સુપરહિટ પંજાબી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર જાણીતી અભિનેત્રી દલજીત કૌરનું ગઈકાલે ગુરુવારે પંજાબના લુધિયાણા જિલ્લામાં નિધન થયું છે. દલજીત કૌર 69 વર્ષના હતા. તેઓને છેલ્લા ત્રણ વર્ષથી બ્રેઈન ટ્યૂમર હતું અને ગત વર્ષથી તેઓ કોમામાં હતા. દલજીત કૌરનું નિધન સુધર સ્થિત તેમના પિતરાઈ ભાઈને ત્યાં થયું છે.

તેમના પિતરાઈ ભાઈ હરિંદર સિંહ ખંગુરાએ જણાવ્યું કે, દલજીત કૌરના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે. આ તકે આપને જણાવી દઈએ કે, દલજીત કૌરે દિલ્હીની મહિલા શ્રીરામ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું હતું ત્યારબાદ 1976માં દાજ ફિલ્મથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. દલજીત કૌરે ઘણી હિટ ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજશ પાથર્યા હતા. જેમાં પૂત જટ્ટા દે (1983), મામલા ગડબડ હૈ (1983), કી બનૂ દુનિયા દા (1986), પટોલા (1988) અને સઈદા જોગન (1979) જેવી ફિલ્મો સામેલ છે.

દલજીત કૌરે 10 થી વધુ હિન્દી ફિલ્મ અને 70થી વધુ પંજાબી ફિલ્મમાં કામ કર્યું છે. તેમના પતિ હરમિંદર સિંહ દેઓલનું માર્ગ અકસ્માતમાં મોત થયા બાદ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. તેઓને કોઈ સંતાન ન હતા. 2001માં ફરી તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાની શરૂઆત કરી. દલજીત કૌર કબડ્ડી અને હોકીની નેશનલ ખેલાડી રહી ચૂકી છે. તેમનો જન્મ 1953માં સિલીગુડીમાં થયો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments