Homeતાપણુંકોંગ્રેસમાંથી ભાજપમાં જતાં જ નેતામાં આવ્યો ઘમંડ, મતદારોને કહ્યું, મત આપવો હોય...

કોંગ્રેસમાંથી ભાજપમાં જતાં જ નેતામાં આવ્યો ઘમંડ, મતદારોને કહ્યું, મત આપવો હોય તો આપો હું તમારા જવાબ આપવા બંધાયેલો નથી

Team Chabuk-Political Desk: હાલમાં રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. પાંચ વર્ષ સુધી ગાયબ રહેતાં નેતાઓ પ્રજાની વચ્ચે જઈને મત માંગી રહ્યા છે. ત્યારે ખેડબ્રહ્માના ભાજપના ઉમેદવારે મતદારોને જવાબ આપવાની જગ્યાએ ઉડાઉ જવાબ આપીને મતદારોનું જાણે અપમાન કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.

થોડા મહિના પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે મતદારોને પ્રચાર દરમિયાન મનફાવે તેવો જવાબ આપ્યો છે. ભાજપમાં જોડાયેલા કોટવાલને ભાજપે ખેડબ્રહ્મા બેઠક પરથી ટિકિટ આપી છે. ત્યારે હાલ તેઓ વિજયનગર તાલુકામાં જોરાવરનગર ગામે પ્રચાર કરવા ગયા હતા. આ દરમિયાન ગામના લોકોએ પ્રજાલક્ષી કે વિકાસના કોઈ કામો ગામમાં કેમ થયા નથી એવો પ્રશ્ન પૂછતા કોટવાલ અકળાયા હતા.પ્રશ્ન પૂછનાર મતદારને અશ્વિન કોટવાલે કહ્યું હતું કે, હું તમને જવાબ આપવા બંધાયેલો નથી. વોટ આપવો હોય તો આપો નહીં તો કંઈ નહીં.

આમ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાનો ઘમંડ સાતમાં આસમાને પહોંચી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે. આ પ્રકારનું નિવેદન જોતાં લાગી રહ્યું છે કે, અશ્વિન કોટવાલ ઘમંડમાં રાચી રહ્યા છે. મતદારોનો વિશ્વાસ જીતવાની જગ્યાએ તેઓ તેમનો ભરોસો તોડી રહ્યા છે. મતદારોને રિઝવવાની જગ્યાએ મતદારોથી વિમુખ થઈ રહ્યા છે. આ પ્રકારનું નિવેદન અશ્વિન કોટવાલ અને ભાજપ માટે શરમજનક છે. ત્યારે મતદારો મતદાન વખતે શું જવાબ આપે છે તે જોવું રહ્યું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments