HomeતાપણુંPM Narendra Modi: વડાપ્રધાન મોદી આજથી ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરશે, જાણો ક્યાં...

PM Narendra Modi: વડાપ્રધાન મોદી આજથી ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરશે, જાણો ક્યાં ક્યાં ગજવશે સભા ?

Team Chabuk-Political Desk: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે હવે દિવસ ઓછા અને વેશ જાજા જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે.  ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે આજથી ત્રણ દિવસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો મોરચો સંભાળશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મોટાભાગની સીટ પર મતદારોને રીઝવવા વડાપ્રધાન આજે એટલે કે 19 નવેમ્બરે વલસાડમાં, 20 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં, 21 નવેમ્બરે સુરેન્દ્રનગરમાં સભા ગજવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે એટલે કે આજથી વલસાડના વાપીથી ભાજપના પ્રચારની કમાન હાથમાં લેશે. દમણના ડાભેલ ચેકપોસ્ટથી વાપીના ચલા વિસ્તારમાં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે.  જ્યારે વલસાડના જુજવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાનને આવકારવા વલસાડ જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ અને સંગઠને તૈયારી કરી છે.  તો તેઓ વલસાડમાં જ આજે રાત્રિ રોકાણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે એટલે કે 20 નવેમ્બરે સોમનાથ મહાદેવના દર્શન કરશે. જે પછી વેરાવળમાં જનસભા સંબોધશે. બાદમાં સૌરાષ્ટ્રના ધોરાજી, અમરેલી, બોટાદમાં પણ PM મોદી સભા ગજવશે. જે પછી તેઓ ગાંધીનગર જવાના રવાના થશે અને ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.

તો ત્રીજા દિવસે એટલે કે 21 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે જશે. તેઓ જંબુસર અને નવસારીમાં જનસભા સંબોધશે. આ સિવાય મોદી 28-29 નવેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સભા, રોડ-શો, જનસભા અને ડોર-ટુ-ડોર પ્રચારમાં જોડાશે. ત્યાર બાદ બીજા તબક્કાના મતદાન પૂર્વે એટલે કે 2-3 ડિસેમ્બરે PM મોદી ફરી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જનસભા અને ડોર-ટુ-ડોર પ્રચાર કરશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments