HomeતાપણુંGujarat Election: કમલમમાં PM મોદીએ કરી ભાજપ નેતાઓ સાથે બેઠક, રાજ...

Gujarat Election: કમલમમાં PM મોદીએ કરી ભાજપ નેતાઓ સાથે બેઠક, રાજ ભવનમાં રાત્રિ રોકાણ કરશે

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. પીએમ મોદી સૌરાષ્ટ્રમાં સભાને સંબોધ્યા બાદ રાત્રિ રોકાણ માટે રાજ ભવન જવાના હતા પરંતુ તેની જગ્યાએ તેઓ સીધા અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ આવી પહોંચ્યા હતા. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ લોકો સાથે 25 મિનિટ સુધી વાત કરી હતી.

પીએમ મોદી સૌરાષ્ટ્રમાં સભા સંબોધ્યા બાદ ઓચિંતાની બેઠક માટે ગાંધીનગર કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી અને સીઆર પાટીલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારે પીએમ મોદીના આગમન પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મોટા નેતાઓ કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે ભાજપના આ તમામ મોટા નેતાઓ સાથે પીએમ મોદી ચૂંટણીની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. જોકે, થોડા સમય બાદ બેઠક પૂર્ણ થતા પીએમ મોદી રાત્રિ રોકાણ માટે રાજ ભવન જવા માટે રવાના થયા. ઉલ્લેખનીય છે કે, 21 નવેમ્બરે પીએમ મોદી 3 સભા સંબધોવાના છે. વડાપ્રધાન સુરેન્દ્રનગર, નવસારી અને જંબુસરમાં જનસભાને સંબોધશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments