HomeતાપણુંGujarat Election: ચૂંટણી પહેલા માતા હીરાબાના આર્શીવાદ લેવા પહોંચ્યા વડાપ્રધાન મોદી, કાલે...

Gujarat Election: ચૂંટણી પહેલા માતા હીરાબાના આર્શીવાદ લેવા પહોંચ્યા વડાપ્રધાન મોદી, કાલે અમદાવાદમાં મતદાન કરશે

Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે તેમના માતા હીરાબેન મોદીને મળવા ગયા હતા. જ્યાં પીએમએ માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા અને થોડી હળવાશની પળો વિતાવી હતી. વડાપ્રધાને મતા પાસે બેસીને ચાની ચુસ્કી માણી હતી અને ચા સાથે હળવી ચર્ચા કરી હતી. પીએમ મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ગુજરાતમાં આવતીકાલે એટલે કે સોમવારે (5 ડિસેમ્બર) બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આવતીકાલે પીએમ પણ અમદાવાદમાં મતદાન કરશે.

પીએમ મોદી માતાને મળ્યા બાદ ગુજરાત બીજેપી હેડક્વાર્ટર જશે. જ્યાં તેઓ ભાજપના નેતાઓને મળશે. પીએમ આ પહેલા ઓગસ્ટ મહિનામાં તેમની માતાને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારે PM અમદાવાદમાં સાબરમતી નદી પરના ‘અટલ બ્રિજ’નું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. તેમના નાના ભાઈ પંકજ મોદીએ કહ્યું હતું કે પીએમ મોદી મોડી સાંજે તેમની માતાને મળ્યા હતા અને અમદાવાદમાં ખાદી ઉત્સવના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ લગભગ અડધો કલાક તેમની સાથે વિતાવ્યો હતો.

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકો પર આવતી કાલે સવારે મતદાન યોજાવવાનું છે. ત્યારે મતદાનની તમામ આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરવાના છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments