HomeતાપણુંGujarat Minister: 8 કેબિનેટ કક્ષાના, 2ને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો અને 6...

Gujarat Minister: 8 કેબિનેટ કક્ષાના, 2ને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો અને 6 રાજ્ય કક્ષાના મંત્રી બન્યા

Team Chabuk-Political Desk: ગુજરાત સરકારના નવા મંત્રીઓએ શપથ લઈ લીધા છે. આજ રોજ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 16 મંત્રીઓએ શપથ લીધા છે. શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેબિનેટ કક્ષાના 8 મંત્રીઓ

  1. કનુભાઈ દેસાઈ – પારડી (વલસાડ)
  2. રૂષિકેશભાઈ પટેલ – વિસનગર (મહેસાણા)
  3. રાધવજી પટેલ – જામનગર ગ્રામ્ય (જામનગર)
  4. બળવંતસિંહ રાજપૂત – સિધ્ધપુર (પાટણ)
  5. કુંવરજીભાઈ બાવળીયા – જસદણ (રાજકોટ)
  6. મૂળુભાઈ બેરા – જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)
  7. ડો. કુબેરભાઈ ડિંડોર – સંતરામપુર (પંચમહાલ)
  8. ભાનુબેન બાબરિયા – રાજકોટ ગ્રામ્ય (રાજકોટ)

2ને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો

  1. હર્ષ સંઘવી – મજૂરા (સુરત)
  2. જગદીશભાઈ વિશ્વકર્મા – નિકોલ (અમદાવાદ)

રાજ્ય કક્ષાના 6 મંત્રીઓ

  1. પરષોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય (ભાવનગર)
  2. બચુભાઇ ખાબડ – દેવગઢ બારિયા (દાહોદ)
  3. મુકેશભાઈ પટેલ – ઓલપાડ (સુરત)
  4. પ્રફુલભાઈ પાનશેરિયા – કામરેજ (સુરત)
  5. ભીખુસિંહ પરમાર – મોડાસા (અરવલ્લી)
  6. કુંવરજી હળપતિ – માંડવી (સુરત)

મંત્રી પદના શપથ બાદ સાંજે શપથ લેનાર નવનિયુક્ત મંત્રીઓની અને મુખ્યમંત્રીની બેઠક યોજાશે. જેમાં તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments