Team Chabuk-Tech Desk: દેશમાં દરરોજ હજારો લોકો નવી કાર ખરીદતા હોય છે. કાર લેતા સમયે લોકો ખાસ તેની માઈલેજ પર વધારે ધ્યાન આપે છે, ત્યારે જો તમે માઇલેજ કાર લેવા ઇચ્છો છો, તો અમે તમને અહીં કેટલાક બેસ્ટ ઓપ્શન બતાવી રહ્યાં છીએ, તેના પર તમે ખરીદવા માટે વિચાર કરી શકો છે.
ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડર SUV
ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડર SUV હાઇબ્રિડ પૉવરટ્રેન વાળી હોવાના કારણે 27 કિલોમીટર પ્રતિ મીટર પ્રતિ લીટરથી વધુની માઇલેજ આપવામાં સક્ષમ છે, સાથે જ લૂક અને ડિઝાઇનના મામલામાં પણ આ કાર શાનદાર છે.
મારુતિ સેલેરિયા –
મારુતિ સેલિરિયો કાર દેશમાં અવેલેબલિ સૌથી વધુ માઇલેજ આપનારી કારોમાની એક છે, સાથે જ બજેટના મામલામાં પણ એકદમ ફિટ બેસે છે. આ કારની માઇલેજ 26.68 kmpl છે, આ કાર બજેટ અને માઇલેજનુ બેસ્ટ કૉમ્બિનેશન છે.
હ્યૂન્ડાઇ ગ્રાન્ડ i10
હ્યૂન્ડાઇની ગ્રાન્ડ i10 હેચબેક કાર શાનદાર લૂકની સાથે બેસ્ટ માઇલેજ પણ આપે છે. Hyundai ની આ Grand i10 NIOS ની માઇલેજ 26.2 kmpl છે. આ કાર દેશમાં હાઇ ડિમાન્ડ વાળી કાર છે. આનુ કારણ માઇલેજની સાથે સાથે હટકે લૂક પણ છે.
ટાટા અલ્ટ્રૉઝ
ટાટા અલ્ટ્રૉઝ, ટાટાની શાનદાર લૂક વાળી પ્રીમિયમ હેચબેક કરા છે, જેને માઇલેઝ અને સુરક્ષિત હોવાના કારણે ખુબ પસંદ કરવામાં આવી રહી છે, આના માઇલેઝની વાત કરીએ તો કંપની પોતાની આ કાર માટે 26 કિલોમીટર પ્રતિલીટરની માઇલેજનો દાવો કરે છે.
મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા
હાઇબ્રિડ ટેકનોલૉજી વાળી મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા કાર માટે કંપની 27 કિલોમીટર પ્રતિ લીટરના માઇલેજનો દાવો કરે છે, હાઇબ્રિડ ટેકનોલૉજી વાળી હોવાના કારણે આ કાર ઓછી સ્પીડ પર ઇલેક્ટ્રિક વ્હીકલની જેમ ચાલે છે. જેની સીધી અસર માઇલેઝ પર પડે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત