Homeતાપણુંનરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી મેં તેમની સાથે એક કપ ચા પણ...

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી મેં તેમની સાથે એક કપ ચા પણ નથી પીધી : અહેમદ પટેલ

1949ની સાલ. મહોમ્મદ ઈશ્કજી પટેલ અને હવાબેન મોહમ્મદભાઈના ઘરમાં અહેમદનો જન્મ થયો. તેમના પિતા પણ કોંગ્રેસ પાર્ટીમાં જ હતા. તેઓ ભરૂચની તાલુકા પંચાયતના સભ્ય હતા અને તેમના વિસ્તારના એક મોટા નેતા તરીકે તેમની ગણના થતી હતી. અહેમદને પણ પિતાનું રાજનીતિમાં હોવું અને એમાં પણ કોંગ્રેસ પાર્ટીમાં હોવું તેનો એક ફાયદો થયો. 1976ની સાલમાં તેમણે મેમૂના અહમદ સાથે નિકાહ કર્યા. બે બાળકોના પિતા બન્યા. એક દીકરો અને એક દીકરી.

તેઓ સંવેદનશીલ હતા. પર્સનલ અને પોલિટિક્સને ખૂબ જ દૂર રાખતા હતા. રાજનીતિથી તેમણે પોતાના બાળકોને દૂર રાખેલા. ત્યાં સુધી કે અહેમદ પટેલ ચૂંટણી લડી રહ્યા હોય કે કોઈ મોટી ઘટના ન બને ત્યાં સુધી તેઓ મીડિયાની સમક્ષ આવવાનું પણ ટાળતા હતા. પોતાનો પ્રચાર કરતા કે વારંવાર ડિબેટ-ઈન્ટરવ્યૂમાં પણ તેઓ દેખાતા નહીં.

એક વખત એમણે કહેલું કે, હું મોદીને માત્ર એક જ વખત મળ્યો છું. 1980ની સાલમાં. એ વખતે રાજીવ ગાંધીની જાણકારીમાં મારી તેમની સાથે મુલાકાત થઈ હતી. 2001માં ગુજરાતના તેઓ મુખ્યપ્રધાન બન્યા પછી મેં તેમની સાથે એક કપ ચા પણ નથી પીધી.

એક વિવાદ થયો હતો. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જ્યારે ભાજપે પોતાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે તેમણે અહેમદ પટેલને પોતાના મિત્ર ગણાવ્યા હતા. ઈન્ટરવ્યૂ પૂર્ણ થયા પછી તેમાંથી અહેમદ પટેલનો મિત્રવાળો ભાગ કાપી નાખવામાં આવ્યો હતો જેના પર બાદમાં ખૂબ વિવાદ થયેલો.

આ ઈન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલને પોતાના મિત્ર ગણાવ્યા હતા અને પ્રિયંકા ગાંધીને પોતાની દીકરી જેવી ગણાવી હતી.

મોદીએ કહેલું, ‘અહેમદ મિયાં તો હું તેમના પ્રત્યેના સન્માન માટે કહી રહ્યો છું. આ હું પહેલી વખત કોઈ ચેનલ પર જણાવી રહ્યો છું કે, હું તો એમને બાબુભાઈ બોલાવું છું. એ મારા ઘરે ભોજન લેતા હતા. હું એમના ઘરે ભોજન લેતો હતો. એ વાત અલગ છે કે આ દિવસોમાં તેઓ મારો ફોન નથી ઉઠાવતા.’

અહેમદ એક રાજનીતિના માણસ કરતા પરિવારના માણસ વધારે રહ્યા. તેમના પર જવાબદારી વધારે હતી, કારણ કે તેઓ કેન્દ્રમાં ગાંધી પરિવારની નજીક હતા. ટીવી તો ખૂબ ઓછું જોતા. તેમના મતે ટીવી પર મરી-મસાલો ભભરાવીને દર્શાવવામાં આવે છે. અહેમદ પટેલ પણ માનતા હતા કે સામાન્ય માણસને જાણવા માટે અખબાર એ શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રયત્ન કરતા કે મુસાફરીમાં વિમાનની જગ્યાએ ટ્રેનનો ઉપયોગ કરે. રજા હોય તો ગીતો સાંભળી લેતા બાકી ખૂદને સમય નહોતા આપતા. આખો દિવસ કામ કરતા અને કામ કર્યું છે તેનો પ્રચાર બિલકુલ ન કરતા.

2012ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનો ઉલ્લેખ કરતા ‘અહેમદ મિયાં’ કહીને સંબોધ્યા હતા. જોકે કહેનારાઓ તો એમ પણ કહે છે કે, તે કટાક્ષ હતો. લોકો એવો એન્ગલ કાઢી રહ્યા હતા કે, શું કોંગ્રેસ એક મુસ્લિમને મુખ્યમંત્રી બનાવશે.

2004થી લઈને 2014 જ્યારે કોંગ્રેસની બે ટર્મ સુધી સરકાર રહી હતી અને સોનિયા ગાંધી કહેતા કે હું વિચારીને બતાવીશ એટલે પત્રકારો પણ માની લેતા હતા કે હવે અહેમદ પટેલ સાથે વાર્તા વિમર્શ થશે. કોંગ્રેસની બે ટર્મની સરકારમાં ઘણા નિર્ણયો તેમને પૂછીને જ લેવામાં આવતા હતા. એમને સંકટમોચકની ગુજરાતીમાં અને અંગ્રેજીમાં ક્રાઈસિસ મેનની ઉપાધિ એટલા માટે જ તો મળી હતી.

અહેમદ પટેલને કોંગ્રેસના અરૂણ જેટલી પણ કહેવામાં આવતા હતા, કારણ કે તેઓ મિત્રોને પ્રથમ યાદ રાખતા હતા. હોળી, દિવાળી અને ક્રિસમસના તહેવારોમાં તેઓ મિત્રોને અભિનંદન પાઠવવાનું ન ભૂલતા.

તેમની છબી એક સેક્યુલર નેતાની જ રહી. તેઓ દર શુક્રવારે નમાજ પઢતા હતા. તેમને જોઈ ભીડ એકઠી ન થાય એટલે મસ્જિદો વારંવાર બદલતા રહેતા હતા. કોઈને પણ કહેતા નહીં. રાજીવ ગાંધી ખૂબ નિકટના નેતા હતા, આ માટે એક એ પણ કારણ માનવામાં આવે છે, કે રાજીવ ગાંધીના પિતા ફિરોઝ ગાંધીનો જન્મ પણ ભરૂચમાં જ થયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments