શીર્ષક – જ્યોતિષીનો દિવસ
લેખક – આર.કે.નારાયણ
મૂળ ભાષા – અંગ્રેજી
મૂળ શીર્ષક – An Astrologers day
અનુવાદ -Team Chabuk
બરાબર બળબળતા બપોરના ટાણે તે પોતાનો કોથળો ખોલતો અને જ્યોતિષની દુકાન લગાવતો હતો. કેટલા બધા પથ્થરો, એક ચોરસ આકારનો ટૂકડો જેના પર રહસ્યમય રેખાઓ આંકેલી રહેતી. એક નોટબુક. તાડપત્રોનું એક પુસ્તક. તેના કપાળ પર ભભૂતી અને થોડું સિંદુર લાગેલું હતું. ત્રાંસી આંખોની ચમક એ જોવા માટે ફડફડતી રહેતી કે કોઈ ગ્રાહક તેની તરફ આવી રહ્યો છે કે નહીં. જોકે સરળ માણસો તેને દૈવીય શક્તિ માનીને ભરોસો કરતા રહેતા હતા. તેના નેત્રોની શક્તિ ચહેરા પર સૌથી ઉપર લાગેલી હોવાના કારણે વધી જતી – લલાટ પર પ્રભાવશાળી તિલક અને નીચે ગાલ સુધી પ્રસરેલી કાળી મૂછોની વચ્ચે તગતગતી બે આંખો. કોઈ ક્ષણિક બુદ્ધી ધરાવનારા માટે પણ આ રીતે શણગાર કરેલી આંખો કારગત સાબિત થતી હતી. પ્રભાવ જમાવવા માટે પણ તે કેસરી રંગની પાઘડી પહેરતો. આ રંગ હંમેશાં જીત અપાવતો હતો. લોકો તેની તરફ એ રીતે આકર્ષિત થતા જ્યારે ફૂલો પર મધમાખીઓ ટોળે વળી હોય.
ટાઉન હોલનાં પાર્ક સાથે લાગેલા રસ્તા પર આંબલીના એક ઘટાદાર વૃક્ષની દૂર દૂર સુધી ફેલાયેલી ડાળખીઓની છાયામાં તે બિરાજમાન થતો હતો. આ એક એવી જગ્યા હતી જ્યાં સવારના પહોરથી મોડી રાત સુધી લોકોની ભીડ પસાર થતી રહેતી. સાંકડા પણ લાંબા રસ્તાની બંને બાજુ ભાત ભાતની દુકાનો લાગેલી હતી.
દવાઓ વેચનારાઓ, ચોરેલું લોઢું અને લાકડીનો સામાન વેચનારાઓની દુકાનો, જાદુગર અને સસ્તા કપડાંની એક દુકાન, જેના લોકો જોર જોરથી રાડો પાડીને દર સમયે લોકોને બોલાવવામાં લાગેલા રહેતા હતા. તેની જ બાજુમાં, આ રીતે જ બરાડા પાડતી એક મગફળી વેચનારી, જે રોજબરોજ પોતાની વસ્તુને એક નવું નામ આપતી હતી. કોઈ વખત મુંબઈની આઈસક્રીમ, કોઈ વખત દિલ્હીની બદામ, કોઈ વખત રાજાની ભેટ અને લોકો દર વખતે તેની પાસેથી મગફળી ખરીદતા હતા.
એક મોટું ટોળું જ્યોતિષીને પણ ઘેરી વળતું હતું. તે નજીકમાં લાગેલા મગફળીના મોટા ઢગલાની અગ્નિ પરથી પ્રજવલ્લિત થતા નજીવા પ્રકાશ મારફતે જ પોતાનું કામ ચલાવી લેતો હતો. અહીં મ્યુનિસિપાલિટીએ લાઈટનો મેળ પાડ્યો નહોતો.
દુકાન પર લાગેલા નાના નાના પ્રકાશોથી જ બધાને કામ ચલાવવું પડતું હતું. એક બે પાસે ગેસના હાંડા પણ હતા જેમાંથી હરેક સમયે ‘સૂ’ જેવો અવાજ નીકળતો રહેતો હતો. કેટલીક દુકાનો પાસે આવેલા થાંભલામાંથી પ્રકાશની લાંબી ચોટલીઓ નીકળતી રહેતી. કેટલાક સાઈકલના નાના નાના લેમ્પથી જરૂરિયાત પૂરી કરી લેતા અને જ્યોતિષીની માફક જ કેટલાક પોતાની લાઈટની જગ્યાએ પાડોશી પર નભીને જ ધંધો રોડવી લેતા. ભિન્ન-ભિન્ન પ્રકારનો પ્રકાશ એકઠો થઈને કંઈક અલગ જ દુનિયાનું સૃજન કરી લેતો હતો. જેની વચ્ચેથી નીકળતા લોકોનો પડછાયો પોતાની રહસ્યમય રચના બાંધી લેતો હતો.
જ્યોતિષીને આ બધું એટલે પણ સારું લાગતું હતું કે, જ્યારે તેણે જીવનની શરૂઆત કરી હતી ત્યારે જ્યોતિષી તો બનવા જ નહોતો માગતો. પારકાઓના જીવનમાં શું થવાનું છે, એ જાણવું તો દૂર, એ તો એ પણ નહોતો જાણતો કે, તેની પોતાની જિંદગીમાં આગામી મિનિટે શું થવાનું છે.
ત્યારે ન તો તેને તારાઓની જાણકારી હતી. ન તો એ બિચારા લોકોની જે તેના ગ્રાહક બનતા હતા. વાતો કરવામાં પાવરઘો હતો. જે લોકોને ખૂબ જ ગમતી હતી. એટલે જ અનુમાન અને અભ્યાસથી તેણે હથોટી પ્રાપ્ત કરી લીધી હતી. એટલું જ નહીં તમામ ધંધાઓની જેમ આ ધંધો પણ એટલો જ ઈમાનદારીનો ધંધો હતો. દિવસભરની આકરી મહેનત બાદ એ જે કમાણી સાંજે ઘરે લઈ જતો હતો, એ ઈમાનદારીની કમાણી હતી.
એણે જ્યારે ગામડું છોડ્યું હતું ત્યારે નહોતો જાણતો કે શું કરીશ ? ગામડામાં જ રહેત તો એ જ કામ કરેત જે તેની પેઢીઓ કરતી હતી. એટલે કે ખેતીનું કામ, લગ્ન, બાળકો અને જૂના મકાનમાં હંમેશાંની જેમ પડ્યું રહેવાનું. તેણે કોઈને પણ કશું કહ્યા વિના ઘર છોડી દીધું. આસપાસ જ નહીં આશરે બસ્સો કિલોમીટર લાંબો પંથ હતો, બંને સ્થળોની વચ્ચે એક સમુદ્રની માફક.
એ કોઈ વેપારી જ્યોતિષી નહોતો. તેણે પોતાનું ગામડું ચિંતા અને ભયના કારણે એક ગુપ્ત કારણથી છોડ્યું હતું. તેને આ ધંધો મજબૂરીમાં કરવો પડ્યો. તેના જીવનના કડવા અનુભવોએ તેને ઘણું શીખવ્યું હતું, તે માનવીય જીવનની કઠણાઈઓને સમજી ચૂક્યો હતો.
એ લોકોના મનની વાતોને વાંચતા શીખી ગયો હતો. સમયના લાંબા અંતરાલમાં પોતાના અભ્યાસ અને અનુભવના ટેકાથી તેણે પોતે જ લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ઉત્તમ કળાને વિકસિત કરી લીધી. એ પોતાના બુદ્ધીચાતુર્યનો ઉપયોગ કરીને ભવિષ્યવાણી કરતો હતો. આ પ્રકારે તે લોકોને આકર્ષિત કરતો રહેતો.
એક દિવસ જ્યોતિષી પોતાનો ધંધો આટોપી રહ્યો હતો. એણે જોયું કે એક અપરિચિત વ્યક્તિ તેની સામે આવીને ઊભો છે. એ માણસને જ્યોતિષીએ પોતાનો ભાવી ગ્રાહક સમજ્યો અને તેને આમંત્રણ આપ્યું. જ્યોતિષીએ એ વ્યક્તિને કહ્યું કે, એ તે વ્યક્તિની ચિંતા દૂર કરી શકે છે.
જ્યોતિષીના આમ કહેવા માત્રથી જ એ વ્યક્તિએ તેની પ્રતિભાને પડકાર આપ્યો. સાથે એમ પણ કહ્યું કે, જો તેણે તેને જરા પણ ઠગવાનો પ્રયત્ન કર્યો તો તે તેની પાસેથી તેના પૈસા વ્યાજ સહિત વસૂલ કરશે.
થોડો સમય રકઝક થયા બાદ અંતમાં એ બંને એક કરાર પર પહોંચ્યા. આગન્તુકે સિગરેટ સળગાવી અને જ્યોતિષીએ ભાગવાનું વિચાર્યું, પણ પેલા વ્યક્તિએ તેને ફરી પડકાર ફેંક્યો. એ એ વાત જાણવા ઈચ્છતો હતો કે પોતાની લક્ષ્ચપ્રાપ્તિમાં સફળ થશે કે નહીં.
થોડી કચકચ પછી તેણે એક રૂપિયામાં સમજૂતી કરાર કર્યો. જ્યોતિષીએ પોતાની હડબડીને છુપાવી દીધી સાથે જ ચાલાકીથી અજાણ્યા વ્યક્તિને કહ્યું, તને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાથે જ તને છરો મારવામાં આવ્યો હતો. જ્યોતિષી પ્રત્યે તેની ઉસ્તુકતા વધી ગઈ, જોકે તેણે તેના પર કોઈ પ્રકારની શંકા ન કરી, કારણ કે એ તેને ઓળખી ન શક્યો. તેણે જ્યોતિષીને બીજા પ્રશ્ન પણ કર્યા. અને તેના એ પ્રશ્નના જવાબમાં જ્યોતિષીએ કહ્યું કે, તેને કૂવામાં નાખી દેવામાં આવ્યો હતો. જ્યોતિષીએ તેને એમ પણ કહ્યું કે, તેને તેનો દુશ્મન હજુ સુધી નથી મળ્યો, કારણ કે એ એક ટ્રકની નીચે આવીને કચડાઈ ગયો છે. તેની મૃત્યુ થઈ ચૂકી છે. જ્યારે જ્યોતિષીએ એ વ્યક્તિનું સંબોધન તેના નામથી કર્યું તો તે આશ્ચર્યચકિત્ત થઈ ગયો.
જ્યોતિષીએ કહ્યું કે આ દૈવીય અંતદૃષ્ટીનું ફળ છે. આ રીતે જ્યોતિષીએ સંતોષકારક જવાબ આપીને સારો એવો શીરપાવ લઈ લીધો. એ ચાલાકી દ્વારા પોતે કરેલા અપરાધના પાપના પ્રાયશ્ચિતથી બચી ગયો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત