Team Chabuk-Tech Desk: જિયોના પ્લાન્સ ઓછી કિંમતમાં વધુ બેનિફિટ્સ આપવા માટે જાણીતા છે. આજે અમે તમને જિયો પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. આ જિયો પ્લાનમાં 11 મહિનાની વેલિડિટી મળે છે. વેલિડિટી પ્રમાણે તેની કિંમત ખૂબ ઓછી છે. અમે જિયોના જે પ્લાન વિશે વાત કરી રહ્યાં છીએ તેની કિંમત 895 રૂપિયા છે. આ જિયોફોનનો પ્લાન છે. એટલે કે જિયોફોન યૂઝર્સ માટે આ પ્લાન આવે છે. જાણો આ પ્લાનના બેનિફિટ્સ વિશે.
JIO ફોન 895 રીચાર્જ પ્લાન
જિયો ફોનના 895 રૂપિયાના પ્લાનમાં 336 દિવસની વેલિડિટી મળે છે, એટલે કે 11 મહિના સુધી. તેમાં તમને 28 દિવસની 12 સાઇકલ પ્લાન મળે છે. પ્લાનમાં 28 દિવસ માટે 2 જીબી ડેટા મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનમાં યૂઝર્ને 28 દિવસ માટે 50 SMS મળે છે. આ સિવાય પ્લાનમાં જિયો એપ્સનું એક્સેસ મળે છે.
JIO ફોન 222 રીચાર્જ પ્લાન
જિયો ફોનના 222 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે.
JIO ફોન 186 રીચાર્જ પ્લાન
જિયો ફોનના 186 રૂપિયાવાળા આ પ્લાનમાં પણ તમને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા મળે છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે.
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત