Homeસિનેમાવાદઅલવિદા પ્રદીપ સરકારઃ ‘મર્દાની’ ફિલ્મના ડાયરેક્ટરનું નિધન, ફિલ્મજગત શોકમાં ગરકાવ

અલવિદા પ્રદીપ સરકારઃ ‘મર્દાની’ ફિલ્મના ડાયરેક્ટરનું નિધન, ફિલ્મજગત શોકમાં ગરકાવ

Team Chabuk-Entertainment Desk: ‘મર્દાની’ અને ‘પરિણીતા’ જેવી ફિલ્મોનું નિર્દેશન કરનારા પ્રદીપ સરકારનું નિધન થયું છે. બોલિવૂડ ફિલ્મ મેકર હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર આ દુઃખદ માહિતી આપી હતી. 67 વર્ષીય પ્રદીપ સરકાર લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતા.

એક અહેવાલ મુજબ પ્રદીપ સરકારનું પોટેશિયમ લેવલ ઓછું થઈ ગયું હતું. જેથી ગુરુવારે મોડી રાત્રે 3 વાગ્યે તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ 3:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રદીપ સરકારે 2005માં ફિલ્મ ‘પરિણીતા’ થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. 2007માં ‘લાગા ચુનરી મેં દાગ’, 2010માં ‘લફંગે પરિંદે’ અને 2014માં રાની મુર્ખજીની ફિલ્મ ‘મર્દાની’નું નિર્દેશન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ‘કોલ્ડ લસ્સી’ અને ‘ચિકન મસાલા’, ‘એરેન્જ્ડ મેરેજ’, ‘ફોરબિડન લવ’, ‘દુરંગા’ જેવી વેબ સિરીઝ પણ બનાવી હતી. મહત્વનું છે કે, પ્રદીપ સરકારની ફિલ્મ ‘પરિણીતા’ને નેશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. આ સિવાય ફિલ્મને 5 ફિલ્મફેર અવૉર્ડ પણ મળ્યા હતા.

પ્રદીપ સરકારના નિધનથી બોલિવૂડમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. એક્ટર મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયા પર તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘આ ઘટના એકદમ ચોંકાવનારી છે. તમારા આત્માને શાંતિ મળે, દાદા.

અજય દેવગન અને અભિનેત્રી નીતુ ચંદ્રાએ પણ પ્રદીપના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. અજયે લખ્યું છે કે ‘આપણા પૈકી ઘણા લોકો માટે પ્રદીપ સરકાર દાદાના નિધનના સમાચાર પચાવવા હજુ પણ મુશ્કેલ છે. મારી પ્રાર્થના દિવંગતના પરિવાર સાથે છે. ભગવાન તમારા આત્માને શાંતિ આપે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments