Homeવિશેષછુટાછેડાની ખુશી ! મહિલાએ કરાવ્યું ડિવોર્સ ફોટોશૂટ, જુઓ તસવીર

છુટાછેડાની ખુશી ! મહિલાએ કરાવ્યું ડિવોર્સ ફોટોશૂટ, જુઓ તસવીર

Team Chabuk-Viral Desk: છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું બધુ બદલાયું છે. રીત, રિવાજ અને પ્રસંગોમાં થતી મોજ મસ્તી અને ખર્ચા આપણી સામે છે. સગાઈ, લગ્ન કે પછી લગ્નની વર્ષગાંઠ હોય. પ્રસંગ જાજરમાન જોવા મળે છે. મ્યૂઝિક નાઈટ અને પાર્ટી સામાન્ય થઈ છે. નાનાથી લઈને મોટા વડીલો સુધી પ્રસંગોમાં ટીપટોપ થઈને વટ પાડતા જોવા મળે છે. ખરેખર આ સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયા પર તમને આ બધા જ દ્રશ્યો જોવા મળશે જે ઉપર વાત થઈ.

જો કે, આજકાલ એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડને ખુશીનો માનવો કે દુઃખનો એ નક્કી નથી કરી શકાતું. કારણ કે, જ્યારે બે વ્યક્તિ મળે ત્યારે તો આપણે ધામધૂમથી તેમના પ્રસંગમાં સામેલ થઈએ છીએ. પરંતુ જ્યારે જીવનસાથી અલગ પડતા હોય ત્યારે ખુશી વ્યક્ત કરવી કે દુઃખ ? કેટલાક લોકો છુટ્ટાછેડાને ખુશીના રૂપે મનાવે છે. એટલું જ નહીં જેટલો ખર્ચ પ્રિ-વેડિંગ પાછળ ફોટોગ્રાફીમાં કર્યો હોય તેટલો કે તેથી વધુ ખર્ચ આજની પેઢીના કેટલાક યુવક-યુવતીઓ છુટાછેડાની પણ ફોટોગ્રાફી પાછળ પણ કરે છે. સોશિયલ મીડિયા પર હાલ આવા જ કેટલાક ફોટો વાયરલ થયા છે. જે જોઈને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો.

હાલ લોરેન બ્રુક નામની એક વિદેશી મહિલાના આવા જ ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે ડાયવોર્સ પછી ખુશ દેખાઈ રહી છે અને ફોટામાં લગ્નની યાદોને ભૂંસી રહી હોય તેવો ભાવ વ્યકત કરી રહી છે.બ્રુક લાલ ગાઉન પહેરીને છુટાછેડાની ઉજવણી કરી રહી છે. એક તસવીરમાં તે ડિવોર્સ લખેલા લેટર્સના તોરણને હાથમાં રાખીને ખડખડાટ હસતી જોવા મળી રહી છે.

બીજી તસવીર છે તેમાં તે પોતાના લગ્નના કપડાને કચડી રહી છે અને શેમ્પેનની બોટલ ખોલી રહી છે.

અન્ય એક તસવીર છે તેમાં તે પોતાના લગ્નના કપડાને લાઈટરથી આંગ ચાંપી રહી છે. સફેદ ગાઉનને તે હોંશેહોંશે આગને હવાલે કરતી જોવા મળી રહી છે.

આ ઉપરાંત બે ફોટા એવા છે જેમાં તે પોતાના લગ્નનો ફોટો ફાડી રહી છે. અને શાર્પ હીલથી ફોટોની ફ્રેમ તોડી રહી છે.

આ સિવાય અન્ય એક ફોટોમાં તે હાથમાં બોર્ડ લઈને ઉભી છે. જેમાં તેણે તેના પૂર્વ પતિ પર કટાક્ષ કર્યો છે. જ્યારે તેની બાજુની તસવીરમાં તેણે ફોટોને સળગાવી દીધો છે.

મહિલાના આવા ફોટોઝ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે અનેક કોમેન્ટ કરી છે. કોઈએ લખ્યું છે કે, કદાચ તે આજોઈને દુઃખી થશે. કોઈએ લખ્યું છે કે, એક સ્ત્રી માટે આ સારું છે. કદાચ તે તેના જૂના સંબંધથી ખુબ નાખુશ હશે. કોઈએ લખ્યું છે કે, ઝેરી લગ્નમાં જીવવા કરતા છુટાછેડા સારા.

doctor plus
whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments