Homeતાપણુંશક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા જોવા મળ્યા! જાણો કોણ...

શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા જોવા મળ્યા! જાણો કોણ છે આ નેતા?

Team Chabuk-Political Desk: ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પદયાત્રા અમદાવાદમાં યોજાઈ હતી. આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા જોવા મળતા રાજકારણ ગરમાયું છે. વશરામ સાગઠિયાનો વીડિયો વાયરલ થતાં સાગઠીયાની ઘર વાપસીને લઈને અટકળો તેજ થઈ છે.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીમાં નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસના કાર્યક્રમમાં જોવા મળતા અનેક અટકળો તેજ બની ગઈ છે. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ગાંધી આશ્રમથી પાલડી સુધીની યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા હાજર રહેતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે.

doctor plus

આપને જણાવી દઈએ કે, AAP નેતા વશરામ સાગઠિયા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાતા તેઓ પણ તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે, થોડા મહિનાઓ બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા અને વશરામ સાગઠિયા હજુ પણ આમ આદમી પાર્ટીમાં જ છે. ત્યારે ગઈકાલે શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરોની સાથેનો વશરામ સાગઠિયાનો વીડિયો વાયરલ થતાં સાગઠીયાની ઘર વાપસીને લઈને અટકળો તેજ થઈ છે. તમામ મીડિયા ચેનલોમાં આ વીડિયો હાલ ચાલી રહ્યો છે. આ વીડિયો બાબતે વશરામ સાગઠિયાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments