HomeવિશેષSawan 2023: સોમવારે ભગવાન શિવજીને આ સફેદ વસ્તુ ચડાવવાથી તમારુ ભાગ્ય ચમકશે,...

Sawan 2023: સોમવારે ભગવાન શિવજીને આ સફેદ વસ્તુ ચડાવવાથી તમારુ ભાગ્ય ચમકશે, કરો આ ખાસ ઉપાય

Team Chabuk-Special Desk: શ્રાવણના સોમવારનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે, શ્રાવણ મહિનો અને સોમવાર બંને જ ભગવાન શિવજીને સમર્પિત છે. આ વર્ષે અધિકમાસ હોવાના કારણે શ્રાવણ 2 મહિનાનો છે. તેના કારણે શ્રાવણ સોમવાર પણ 4ના બદલે 8 હશે. શ્રાવણ સોમવારનો દિવસ શિવજીને પ્રસન્ન કરવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે . હિંદી પંચાંગ અનુસાર, 17 જુલાઇ 2023ના રોજ શ્રાવણનો બીજો સોમવાર છે. સોમવારે વ્રત કરવું અને ભગવાન શિવનો પૂજા-અભિષેક કરવો અપાર સુખ-સમૃદ્ધિ અપાવશે. તેવામાં એક શુભ સંયોગ પણ બની રહ્યો છે, જેથી આ સોમવાર વધુ ખાસ છે.

શ્રાવણ સોમવાર પર સોમવતી અમાસનો યોગ: શ્રાવણનો બીજો સોમવાર 17 જુલાઇ અમાસ છે. શ્રાવણની અમાસ સોમવારના દિવસે હોવી ખૂબ જ શુભ છે. સોમવારે અમાસ હોવાના કારણે તેને સોમવતી અમાવસ્ય કહેવામાં આવે છે. જો શ્રાવણ સોમવારના દિવસે એક ઉપાય કરી લેવામાં આવે તો મહાદેવ મહેરબાન થઇ જાય છે .

sawan

શ્રાવણ સોમવાર પર કરો આ ઉપાય

ભગવાન શિવનો સંબંધ ચંદ્રમા સાથે છે અને ચંદ્રનો સંબંધ સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, ખાંડ, ચોખા વગેરે સાથે છે. ભગવાન શિવે ચંદ્રમાને પોતાના માથા પર ધારણ કર્યા છે. જો શ્રાવણ સોમવારના દિવસે શિવલિંગ પર કેટલીક ખાસ સફેદ વસ્તુઓનો અભિષેક કરવામાં આવે તો ખૂબ જ લાભ થાય છે. શિવજી તમામ મનોકામનાઓ પૂરી કરે છે.

દૂધ: ભગવાન શિવને કાચા દૂધથી અભિષેક કરો. આમ કરવાથી ઘરના ઝગડા-કંકાસ દૂર થાય છે. પરિવારમાં શાંતિ જળવાઇ રહે છે. વર્ક પ્લેસ પર સ્થિતિઓ પક્ષમાં રહે છે. તણાવ દૂર થાય છે.

માખણ: શ્રાવણ સોમવારે શિવલિંગ પર માખણનો અભિષેક કરવો અદ્ભૂત લાભ આપે છે. જે દંપત્તિઓને સંતાન સુખ નથી પ્રાપ્ત થતું, તેમને સંતાન સુખ મળે છે. સંતાન પ્રાપ્તિમાં આવતી બાધાઓ દૂર થશે.

દહીં: શ્રાવણ સોમવારના દિવસે ભગવાન શિવને દહીંથી અભિષેક કરો. તેનાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે. અધૂરા કામ પૂરા થશે. તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.

ખાંડ: શ્રાવણ સોમવારના દિવસે શિવલિંગ પર ખાંડ અર્પિત કરો. આ ઉપાય કરવાથી બુદ્ધિમત્તા, યાદશક્તિ વધે છે. સાથે જ જીવનમાં મધુરતા આવે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments