Homeવિશેષમાઇક્રોવેવમાં ક્યારેય ન કરો આ વસ્તુઓ ગરમ, નહી તો ભોગવા પડશે ગંભીર...

માઇક્રોવેવમાં ક્યારેય ન કરો આ વસ્તુઓ ગરમ, નહી તો ભોગવા પડશે ગંભીર પરિણામો

Team Chabuk-Special Desk: આજકાલ, ઘણા લોકો તેવી વસ્તુઓ તૈયાર કરવા માટે માઇક્રોવેવનો ઉપયોગ પણ કરી રહ્યા છે, જેના કારણે વિજળીના કરંટનો ભય રહે છે. તો જાણીએ કે તમારે માઇક્રોવેવની અંદર શું ન રાખવું જોઈએ.

માઈક્રોવેવ માત્ર ખોરાકને ગરમ કરવાનું જ નહી, પણ કેક બનાવવામાં અને ખોરાક પકવવાનું કામ પણ ઝડપી બનાવે છે. કેટલાક જાતના ખોરાક માઇક્રોવેવમાં પકાવવાથી માત્ર માઇક્રોવેવને જ નુકસાન નથી પહોચતુ, પરંતુ તમને પણ નુકસાન પહોંચાડી શકે છે.

ટામેટાસોસ ,પાણી પણ માઈક્રોવેવ ઓવનમાં ગરમ ​​ન થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ

માઇક્રોવેવની સાવચેતીઓ : શુ -શુ ન રાખવું જોઇએ. આજકાલ મોટાભાગના લોકો તેમના ઘરમાં વિવિધ પ્રકારની ખાદ્ય વસ્તુઓ બનાવવા માટે માઇક્રોવેવનો ઉપયોગ કરે છે. એમાં કોઈ શંકા નથી કે માઈક્રોવેવે ઘણી બધી વસ્તુઓને ઝડપી બનાવાનુ સરળ બનાવી દીધું છે. તે માત્ર ખોરાકને ગરમ કરવાનું જ નહી, પણ કેક બનાવવામાં અને ખોરાક પકવવાનું કામ પણ ઝડપી બનાવે છે. જો કે,આજ કાલ કેટલાક લોકો માઇક્રોવેવનો ઉપયોગ તે વસ્તુઓને તૈયાર કરવા માટે પણ કરે છે કે જેનાથી વિજળીના કરંટ જોખમ ઉભું થઇ શકે છે તો જાણીએ તમારે માઇક્રોવેવની અંદર શું ન રાખવું જોઈએ.

microwave

ઇંડા

માઇક્રોવેવ ઓવનની અંદર કાચા ઇંડા અથવા ફ્રિજમાં રાખેલા સખત બાફેલા ઇંડા રાખવાનું ટાળવુ જોઇએ. એવું એટલા માટે કે ઇંડાને તેની છાલ સાથે માઇક્રોવેવમાં રાખવાથી વિસ્ફોટ થઇ શકે છે અથવા કોઇ મોટી ગડબડ થઇ શકે છે આનાથી માત્ર માઇક્રોવેવ જ ખરાબ નહી થાય ,પરતું માઇક્રોવેવને નુકસાન પહોંચે છે સાથે તમને પણ નુકસાન પહોંચાડી શકે છે તેથી કોઇ પણ નુકશાન ટાળવા માટે તમે બાફેલા ઇંડાને ફરીથી ગરમ કરી શકો છો, પરંતુ કાચા ઈંડા અથવા છાલવાળા ઈંડાને ગરમ કરવાનું ટાળવું.

ટમેટા સોસ

ટામેટાસોસ પણ માઈક્રોવેવ ઓવનમાં ગરમ ​​ન થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણકે આનાથી વિસ્ફોટ, વિજળીનો કરંટ અને ઓવનમાં ટમેટા સોસ ઢળવાનું પણ જોખમ થઇ શકે છે.

પાણી

ઘણા લોકો માઈક્રોવેવમાં પાણી ગરમ કરે છે, તે પણ જાણ્યા વિના કે તેનાથી જોખમ પેદા થઇ શકે છે. વાસ્તવમાં ગેસ સ્ટોવ અથવા ઇલેક્ટ્રિક કેટલ કરતાં ઓવન વધુ ઝડપથી પાણી ગરમ કરે છે. ઓવનમાં પાણી ગરમ કરતી વખતે કોઈ પરપોટા બનતા નથી, જેથી છલકાવવાનુ જોખમ વધે છે, જે ખતરનાક અકસ્માતોનું કારણ બની શકે છે. આ જ કારણ છે કે કાં તો માઇક્રોવેવમાં પાણી ગરમ ન કરો અને જો કરો તો તેને લાંબા સમય સુધી ઓવનમાં ન રાખો.

દ્રાક્ષ

જો કોઈપણ મીઠાઈમાં દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેને માઇક્રોવેવમાં ગરમ ​​કરવાનું ટાળો. કારણ કે દ્રાક્ષ પછી પીગળેલા પ્લાઝમામાં ફેરવાઈ શકે છે અને ઓવનમાં વિસ્ફોટ કરી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તેનો પલ્પ મીઠો હોય છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments