Homeસિનેમાવાદઆ અભિનેત્રીએ તો સોશિયલ મીડિયા માથે લીધુ, કહ્યું, ભારત વર્લ્ડ કપ જીતશે...

આ અભિનેત્રીએ તો સોશિયલ મીડિયા માથે લીધુ, કહ્યું, ભારત વર્લ્ડ કપ જીતશે તો નગ્ન થઈને…

Team Chabuk-Entertainment Desk: ક્રિકેટ રસિયાઓને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ જંગની રાહ છે. 20 વર્ષ બાદ બંને ટીમો ફરી એકવાર ફાઇનલમાં આમને-સામને ટકરાવા જઈ રહી છે. આ માટે માત્ર ફેન્સ જ નહીં પરંતુ બોલિવૂડ અને સાઉથ સેલેબ્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. જો કે, આ દરમિયાન સાઉથની પ્રખ્યાત અભિનેત્રીના સોશિયલ મીડિયા પર એક વિવાદીત લખાણ લખાયું છે. અભિનેત્રીના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખાયું છે કે, જો ભારત વર્લ્ડ કપ જીતશે તો તે ન્યૂડ થઇને બીચ પર દોડશે. જો કે, આ લખાણ ખુદ અભિનેત્રીએ લખ્યું છે કે, તેનું એકાઉન્ટ હેક થયું છે તે અંગે કોઈ પુષ્ટિ નથી થઈ.

વિવાદીત લખાણ લખાયું છે તે એકાઉન્ડ સાઉથની આ એક્ટ્રેસ Rekha Bojના નામે છે. સાઉથની લોકપ્રિય અભિનેત્રી Rekha Boj વર્લ્ડ કપ 2023ને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ શેર કરવાની સાથે તેણે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે જો ભારત વર્લ્ડ કપ 2023 જીતશે તો તે વિઝાગ બીચ પર કપડા વિના દોડશે. રેખાએ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું હતું કે, ‘જો ભારત વર્લ્ડ કપ જીતશે તો હું વિઝાગ બીચ પર સ્ટ્રીક કરીશ. ઓલ ધ બેસ્ટ ટીમ ઈન્ડિયા.

નોંધનીય છે કે સ્ટ્રેકિંગ એક એવી પ્રથા છે જે સામાન્ય રીતે વિદેશોમાં જોવા મળે છે. આ અંતર્ગત જો કોઈ રમતમાં મોટી જીત થાય છે તો ઉજવણી કરવા માટે કપડા વિના દોડ લગાવવામાં આવે છે. આવું લખાણ લખ્યા બાદ યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

તેલુગુ અભિનેત્રી Rekha Boj ની પોસ્ટ પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘તો પછી તૈયાર થઈ જાવ. ભારત ચોક્કસપણે જીતશે.’ રેખા બોજની વાત કરીએ તો તે તેલુગુ ફિલ્મો માટે જાણીતી છે. તેણીએ ‘મંગલયમ’, અને ‘કલય તસ્મૈ નમઃ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર પોતાની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે.

Rekha boj

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments