Homeતાપણુંગુજરાતની ચાર રાજ્યસભા બેઠક માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોના નામની...

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠક માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોના નામની થઈ જાહેરાત

Team Chabuk-Political Desk: રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ચાર રાજ્યસભા બેઠકો પર ચૂંટણી થનાર છે. જે માટે ભાજપે આજે ચારેય નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની ચારેય બેઠક પર ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે અને ચારેય નવા નામની જાહેરાત કરી છે.

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠક માટે ભાજપે જેપી નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જશવંતસિંહ પરમારના નામની જાહેરાત કરી છે. ગુજરાતના ચારેય બેઠક પર આ નવા ચહેરાઓ છે. જે રાજ્યસભામાં ભાજપ તરફથી જશે.

કોણ છે જેપી નડ્ડા ?

જેપી નડ્ડા એટલે કે જયપ્રકાશ નડ્ડા ભાજપના દિગ્ગજ નેતા છે. હાલ તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ 20 જાન્યુઆરી 2020થી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર છે. તેઓ વર્ષ 2012થી રાજ્યસભાના સાંસદ છે. અત્યાર સુધી તેઓ હિમાચલ પ્રદેશથી રાજ્યસભા સાંસદ તરીકે કામ કરતાં હતાં. તેઓ નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ ટર્મમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે.

rajyasabha

કોણ છે ગોવિંદભાઈ ધોળકિયા ?

ગુજરાત માટે ગોવિંદભાઈ ધોળકિયા જાણિતું નામ છે. તેઓ ડાયમંડ કિંગ તરીકે ઓળખાય છે. તેઓનો જન્મ અમરેલી જિલ્લાના દુધાળા ગામે થયો હતો. હાલ તેઓ સુરતમાં રહે છે. ગોવિંદભાઈ ધોળકિયા એસઆરકે ડાયમંડના ચેરમેન છે. તેમની ડાયમંડ કંપનીમાં હજારો કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેઓએ રામ મંદિર નિર્માણમાં 11 કરોડનું માતબર દાન પણ જાહેર કર્યું છે. તેઓ લેઉવા પાટીદાર સમાજના આગેવાન પણ છે. તેઓ અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે.

કોણ છે મયંક નાયક ?

મયંક નાયક ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના કાર્યકારી અધ્યક્ષ છે. મયંક નાયક પાટણ જિલ્લા ભાજપના ઈન્ચાર્જ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી છે.

કોણ છે ડો. જશવંતસિંહ પરમાર ?

ભાજપે જાહેર કરેલા નામોમાં એક નામ છે ડો. જશવંતસિંહ સલામસિંહ પરમાર.. ડો. જશવંતસિંહ પરમાર વ્યવસાયે ડોક્ટર છે અને ગોધરામાં ભાગ્યોદય સર્જીકલ હોસ્પિટલ ચલાવી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments