Team Chabuk-Entertainment Desk:સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી સુહાની ભટનાગરનું નિધન થયું છે. માત્ર 19 વર્ષની ઉંમરે સુહાનીએ આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. સુહાનીના નિધનના સમાચારથી તેના ચાહકો દુખી છે. લોકો ‘દંગલ’ ગર્લની વાપસીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેના નિધનના સમાચારે ચાહકોને હચમચાવી દીધા.
ફરીદાબાદની રહેવાસી સુહાની ભટનાગરના મોતનું કારણ આખા શરીરમાં પાણી ભરાઈ જવાને કારણે થયું હોવાનું કહેવાય છે. થોડા સમય પહેલા સુહાનીનો અકસ્માત થયો હતો, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. સુહાનીએ સારવાર માટે જે દવાઓ લીધી તેની એવી આડઅસર થઈ કે શરીરમાં ધીમે ધીમે પાણી ભરાઈ ગયું. તે લાંબા સમયથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતી.

સુહાની ભટનાગર બોલિવૂડની જાણીતી બાળ કલાકાર હતી. તેને આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દંગલ’ (2016)થી લાઈમલાઈટ મળી હતી. તેણે આ ફિલ્મમાં જુનિયર બબીતા ફોગટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેણે ઘણી ટીવી જાહેરાતોમાં પણ કામ કર્યું હતું.
‘દંગલ’ થી કર્યુ હતુ ડેબ્યૂ
સુહાની ભટનાગરે વર્ષ 2016માં ફિલ્મ ‘દંગલ’ દ્વારા બૉલીવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તેણે આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. પ્રેક્ષકોએ ગીતા અને બબિતાના પાત્રો ભજવતા બંને બાળ કલાકારોના અભિનયના વખાણ કર્યા હતા અને તેમની ક્યૂટનેસ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફિલ્મમાં આમિર, સાક્ષી તંવર અને ઝાયરા વસીમ સાથે કામ કર્યા બાદ સુહાનીએ કેટલીક ટીવી જાહેરાતોમાં પણ કામ કર્યું હતું. જોકે, બાદમાં તેણે અભ્યાસમાં ધ્યાન આપવા માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો.
સોશ્યલ મીડિયા પર વધુ એક્ટિવ ન હતી
‘દંગલની નાની બબિતા ફોગટ એટલે કે સુહાની ભટનાગર સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નહોતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બહુ ઓછી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર સુહાનીના 20.9K ફોલોઅર્સ છે. સુહાનીએ તેના દંગલ કો-સ્ટાર્સ સાથે ઘણી તસવીરો પણ પોસ્ટ કરી હતી. તેની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ નવેમ્બર 2021ની છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત