Team Chabuk-Political Desk: ચૂંટણી કમિશને આજે લોકસભા-2024 ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. કુલ સાત ચરણમાં મતદાન યોજાશે. જેમાં 19 એપ્રિલે પ્રથમ ચરણમાં 102 બેઠક, 26 એપ્રિલે બીજા ચરણમાં 89 બેઠક, 7 મેના રોજ ત્રીજા ચરણમાં 94 બેઠક, 13 મેના રોજ ચોથા ચરણમાં 96 બેઠક, 20 મેના રોજ પાંચમાં ચરણમાં 49 બેઠક, 25 મેના રોજ છઠ્ઠા ચરણમાં 57 બેઠક અને 1 જૂનના રોજ સાતમાં ચરણમાં 57 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. 7 મે ને મંગળવારના રોજ ગુજરાતમાં 26 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. સાથે જ ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણી (Gujarat Assembly By Elections)ની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા માટે 7 મેના રોજ પેટાચૂંટણી યોજાશે. જ્યારે 4 જૂને મતગણતરી થશે.

દિલ્હી ખાતે આજે ચૂંટણી કમિશને પ્રેસ કોન્ફરન્સ સંબોધીને ચૂંટણીની તારીખ જાહેર કરી છે અને સાથે સાથે ચૂંટણીને લઈને માહિતી પણ આપી છે. મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારે જણાવ્યું કે, ચૂંટણી માટે અમારી ટીમ તૈયાર છે. દેશમાં કુલ 96.88 કરોડ મતદાતાઓ નોંધાયેલા છે. જેમાં 49.72 કરોડ પુરુષ મતદાતા, 47.15 કરોડ મહિલા મતદાતાઓ અને 48,044 થર્ડ જેન્ડર મતદાતાઓ નોંધાયેલા છે. જેમાં 1.82 કરોડ યુવા મતદાતાઓ છે જે પ્રથમ વખત મતદાન કરશે. આખા દેશમાં 10.5 લાખ મતદાન કેન્દ્ર ઉભા કરવામાં આવશે. જેમાં 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. 85 વર્ષથી વધુની ઉંમરના 82 લાખ મતદાતાઓ નોંધાયા છે. આ મતદાતાઓ ઘરે બેસીને મતદાન કરી શકશે. આ માટે ચૂંટણી કમિશનની ટીમ ઘરે જઈને મત લેશે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા અને વ્યવસ્થા જાળવવા માટે દરેક જિલ્લામાં એક કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવશે. જેમાં ટીવી અને સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવશે. ફેક ન્યૂઝ પર પણ નજર રાખવામાં આવશે. જ્યાં પણ હેલિકોપ્ટર ઉતરશે ત્યાં તમામ સામાનની ચકાસણી કરવામાં આવશે. રેલવેમાં પણ સામાનની ચકાસણી કરાશે. એરપોર્ટ અને બોર્ડર પર નજર રાખવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત