Homeવિશેષસોનુ ફરી 66 હજારને પાર, ચાંદી પહોંચ્યું 76000ને પાર

સોનુ ફરી 66 હજારને પાર, ચાંદી પહોંચ્યું 76000ને પાર

Team Chabuk-Vishesh Desk: સપ્તાહના ચોથા કારોબારી દિવસે સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કેટલાય દિવસોથી 65,000ના સ્તર પર ટ્રેડ થતા સોનાના ભાવમાં આજે 1000 રૂપિયાથી પણ વધારે વધારો જોવા મળ્યો છે. તો બીજી બાજુ ચાંદી પણ પાછુ પડવાનું નામ નથી લઈ રહ્યું.

સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 1.51 ટકાના વધારા સાથે 66,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ મેના વાયદાનું ચાંદી 1.56 ટકાના વધારા સાથે 76,487 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક બજાર હોય કે વૈશ્વિક બજાર, 21 માર્ચ 2024ના રોજ સોનાએ નવો રેકોર્ડ નોંધાવ્યો છે. એમસીએક્સ પર સોનું તેજી સાથે 66,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે તેની નવી ઊંચાઈએ પહોંચી ગયું છે.

સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 1.51 ટકાના વધારા સાથે 66,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ મેના વાયદાનું ચાંદી 1.56 ટકાના વધારા સાથે 76,487 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

gold price

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments