Team Chabuk-Political Desk: રાજા-રજવાડાઓ વિશે વિવાદિત ટિપ્પણી કરીને પરસોત્તમ રૂપાલા બરાબરના ભરાયા છે. ઠેર ઠેર ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને રાજકોટ લોકસભા બેઠક પર ભાજપને ઉમેદવાર બદલવા માટે માંગ ઉઠાવી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કુદવું પડ્યું છે.
ક્ષત્રિય સમાજનો રોષ ઠારવા માટે આજ રોજ ગાંધીનગરમાં સી.આર. પાટીલના નિવાસ સ્થાને મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ સી. આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરીને ક્ષત્રિય સમાજને પાર્ટી સાથે ફરીથી જોડાવવા માટે હાથ જોડીને વિનંતી કરી હતી.
પાટીલે કહ્યું કે- સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે જ્યારે માફી માંગી છે ત્યારે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને અમને માફ કરે. પાર્ટીના આગેવાનો પણ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનો સંપર્ક કરવાના છે તેમને મળવાના છે. આવતીકાલે સમાજ સાથે બેઠક મળશે એને તેમને સાંભળવામાં આવશે અને ધીરે ધીરે વાતાવરણ સરળ બને તે માટેના પ્રયત્નો કરાશે. આ વાતનો જલ્દીથી નીવેડો લાવવાના પ્રયત્નો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે.’ આ સાથે તેમણે કહ્યુ કે, હું હાથ જોડીને ક્ષત્રિય સમાજને વિનંતી કરૂં છુ કે, ભૂલ થઈ છે એના માટે માફી પણ મંગાવી છે. ક્ષત્રિય સમાજ પાર્ટી સાથે વર્ષોથી રહ્યા છે. તો પાર્ટી સાથે ફરીથી જોડાય.’

આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ ભાજપના ક્ષત્રિય આગેવાનો બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, કેશરીદેવસિંહ હાજર રહ્યા હતા.
તેમજ પાટીલે અંતે એમ પણ કહ્યું કે, રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી. એટલે કે ક્ષત્રિય સમાજ જે વાતને લઈને મક્કમ છે કે, રાજકોટ બેઠક પરથી ભાજપ રૂપાલાને હટાવી અન્ય ઉમેદવારને મેદાને ઉતારે તે વાતને ભાજપ મોવડી મંડળે નકારી દીધી છે. ત્યારે આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને સંગઠનો આ અંગે શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત