Team Chabuk-Special Desk: પશુઓ, વૃક્ષો અને ફળ…. એ પણ કસરતનો જ એક ભાગ છે. વૃક્ષ કહ્યું એટલે લટકવાનું નથી. એ નામે વૃક્ષાસન છે. અને ફળ એટલે બનાનાસન. અષ્ટાંગ-વિન્યાસ કે હઠ કે બિક્રમ યોગામાં ક્યાંય બનાના પોઝનો ઉલ્લેખ નથી આવતો. એ એકમાત્ર યીન યોગામાં જ છે. યીન યોગાના કેટલાક પોઝ કરી લીધા પછી છેલ્લા બે પોઝની આગળ આ આસન કરવામાં આવે છે. આપણું શરીર એક કેળાનો આકાર ધારણ કરી લે. હાથ અને પગ બેઉં એક જ દિશામાં હોય અને શરીરનો મધ્યમાં ભાગ તેની વિપરિત દિશામાં ખેંચાયેલો હોય. આની એકડે એકથી પદ્ધતિ જોઈએ.
શવાસનની મુદ્રામાં ચટાઈ કે યોગામેટ પર ઊંઘી જવાનું છે. બેઉં પગને જમણી બાજુ ફેરવવાના છે. એમાં ડાબા પગની ઉપર જમણો પગ રાખી દેવાનો છે. એકની ઉપર એક હોય એવી રીતે. હવે શરીરના પગની ઉપરના ભાગે ધીમે ધીમે વાકું વાળવાનું છે. એટલે જમણી બાજુનો હિસ્સો પર્વતની જેમ ઉપરની તરફ ઉઠશે અને ડાબી બાજુનો હિસ્સો અંદરની તરફ રહેશે. હવે ડાબા હાથની ઉપર જમણો હાથ રાખી દેવાનો છે. સાવ સરળ અને સહજતાથી. એમાં કોઈ જાતના બળનો પ્રયોગ કરવાનો નથી. તો આ થઈ ગયું બનાનાસન અથવા બનાના પોઝ.
યીન યોગાથી પરિચિત હશો તો અહીં એક પોઝને મેક્સિમમ ટાઇમ સુધી રાખવાનો હોય છે. જેની જેવી સહનશીલતા એ પ્રમાણે રાખે. કોઈ એક મિનિટ, કોઈ ત્રણ મિનિટ તો વળી કોઈ પાંચ મિનિટ. આ પોઝથી શરીરનો એક તરફનો ભાગ ખેંચાશે. એ સમયે પણ ઊંડા ઊંડા શ્વાસ લેવાના તો ચાલુ જ રાખવાના છે. ધીરે ધીરે ફરી શવાસનની મુદ્રામાં આવી જવાનું છે. જમણી બાજુ પછી હવે ડાબી બાજુના ભાગને બનાનાસનની મુદ્રામાં લાવવાનું છે. જમણા પગની ઉપર ડાબો ભાગ અને સમસ્ત આસનનું પુનરાવર્તન. તો આ થયું બનાનાસન.
શરૂઆતમાં જો આ આસન તમારાથી ન થતું હોય તો પાંચ કે છ શ્વાસ સુધી રાખો અને એમ એમ આ પોઝની કસોટીને પાર થાવ. એક સમય આવશે કે ત્રણ મિનિટ પણ આ પોઝમાં સાવ સામાન્ય જેવી લાગશે.
આ આસનનો સૌથી મોટો ફાયદો છે કે એ કરોડરજ્જુને લચીલી બનાવે છે. બેઉં બાજું વારાફરતી કરતાં સાઇડ બોડી ટીશ્યુ અને મસલ્સને ખેંચે છે. હ્રદય, ફેંફસા અને બાવડાઓ મજબૂત બનાવે છે. યાદ રાખવું કે, આ આસનમાં આપણી શારીરિક રચનાને કેળાના આકારની બનાવવાની છે. કેળું જેમ એક તરફથી વળેલું હોય એ રીતે શરીરને વાળવાનું. માની લોને કે તમે તીર્યક તાડાસન સૂતા સૂતા પગને પગની ઉપર ચડાવી કરી રહ્યા હો…

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત