Homeવિશેષ26 આસનોની યુતિ એટલે બિક્રમ યોગા, જેનો અમેરિકામાં ધંધો પૂરબહારમાં ચાલે છે,...

26 આસનોની યુતિ એટલે બિક્રમ યોગા, જેનો અમેરિકામાં ધંધો પૂરબહારમાં ચાલે છે, પણ ભારતમાં નહીં

Team Chabuk-Special Desk: એક મીમ બનેલું, જેમાં ડિઝનીની ફિલ્મ લાયન કિંગની તસવીર પર કહેવામાં આવ્યું હતું કે : “પુત્ર ત્યાં ન જતો, ત્યાં બિક્રમ છે.” પશ્ચિમ બંગાળમાં બિક્રમ કહેવાય. આપણે અહીં વિક્રમ થઈ જાય. આ બિક્રમ ચૌધરીએ બિક્રમ યોગાની સ્થાપના કરી અને અમેરિકાના કેટલાક લોકો જેમ ઓશોમાંથી હજુ બહાર નથી આવી શક્યા એમ બિક્રમમાંથી પણ નથી આવી શક્યા. સદગુરૂએ 40 ડિગ્રી તાપમાનની સાથે યોગા કરવાની મનાઈ કરી હતી. શા માટે? યોગા એ સવારમાં વહેલા ઉઠી જ્યારે આબોહવા ઠંડી હોય ત્યારે કરવાની વસ્તુ છે. ગરમીમાં નહીં. નહીં તો એની વિપરિત અસર થાય. તો પણ બોડીને ડિટૉક્સ કરવા માટે કેટલાય લોકો બિક્રમ યોગા કરતા હોય છે. હવે ઉહાપોહમાં ઊંડા ન ઉતરતા બિક્રમ યોગા શું છે એ જાણીએ.

કુલ 26 યોગાસનનો બનેલો એક સમૂહ એટલે બિક્રમ ચૌધરીએ ક્રિએટ કરેલા બિક્રમ યોગા. 40 ડિગ્રી તાપમાન ધરાવતા રૂમમાં કરી શકાય. એટલે મોંઘા યોગા છે. અને એ ન હોય તોય 26 યોગાસનો તો આપેલ સિકવન્સ અનુસાર કરી જ શકાય. આપણે ત્યાં ઊનાળામાં તો આરામથી તાપમાન 40 ડિગ્રીને પાર ચાલ્યું જાય છે. મજાકની વાત છે!

પરંતુ આ 26 યોગાસનના નામ જાણી લઈએ. સૌ પ્રથમ પ્રાણાયમ, જે બેસીને નહીં ઊભા રહીને કરવાના છે. એ પ્રથમ આસન થયું કહેવાય. પછી સીધા નામ લખતા જઈએ છીએ. તમે ઈન્ટરનેટ પર આ એક એક આસન વિશે ઊંડાણપૂર્વક જાણી શકશો. તો ક્રમશ: આવે છે, અર્ધચન્દ્રાસન, ઉત્કટાસન, ગરુડાસન, દણ્ડાયમન જાનુશીર્ષાસન, દણ્ડાયમન ધનુરાસન, તુલાદણ્ડાસન, દણ્ડાયમન વિભક્તપાદ પશ્ચિમોત્તાનાસન, ત્રિકોણાસન, દણ્ડાયમન વિભક્તપાદ જાનુશીર્ષાસન, તાડાસન, પાદઅંગુષ્ઠાસન, શવાસન, પવનમુક્તાસન, પાદહસ્તાન, ભુજંગાસન, શલભાસન, પૂર્ણશલભાસન, ધનુરાસન, સુપ્તવજ્રાસન, ઉર્ધકુમાર્સન, ઉષ્ટ્રાસન, શસાંગાસના, જાનુશીર્ષાસન વિથ પશ્ચિમોત્તાનાસન અને છેલ્લે કપાલભાતિ. અહીં કપાલભાતિ વજ્રાસનની સ્થિતિમાં બેસીને કરવાનું છે.

હવે વિક્રમ યોગાના ફાયદાઓ વિશે જાણી લઈએ, વિક્રમ યોગામાં જેટલા આસન છે, એ તમામ આસન તમારા શરીરને લચીલું બનાવે છે. શરીરના અંગઉપાંગો ખુરશીમાં બેસી બેસીને કે ખાટલામાં શરીરને પડ્યું રહેવા દઈ બેઢંગા થઈ ગયા હોય એને સીધા કરી દે છે. અર્થાત્ એકદમ પરફેક્ટ પોશ્ચર કરી નાખે છે. આ યોગના અભ્યાસથી શરીરની માંસપેશીઓને હૂંફ મળે છે. જે શરીર માટે અનહદ લાભદાયી છે. શરીરમાં રહેલા વિષાણુ પદાર્થોને પરસેવા દ્વારા બહાર કાઢવાનું કાર્ય કરે છે. સંશોધન મારફતે ખબર પડી છે કે આ યોગ દ્વારા હ્રદયસંબંધિત તકલીફોથી મુક્ત રહી શકાય છે. બ્લડ સર્ક્યુલેશન વધે છે. ધમનીઓ સંકોચાવાની ક્રિયા કે ગંઠાવાની ક્રિયાને પણ અટકાવે છે. મહિલા હોય કે પુરુષ હોય શરીરમાં હાડકાની કોઈ સમસ્યા થાય તો એને બિક્રમ યોગા અટકાવી દે છે. એક સમયે શરીરની અંદર હાડકાઓ ખવાતા જાય એને મજબૂતી પ્રદાન કરે છે. ડિપ્રેશન, એગ્ઝાઇટી જેવા રોગો સામે ઝઝૂમતા લોકો માટે રામબાણ ઈલાજ છે. આ યોગનો અભ્યાસ કરવાથી શરીર અને મગજ પૂર્ણ રીતે સ્ટ્રેસ ફ્રી રહી શકે છે. પરંતુ આ આસનો ઉષ્ણતાપમાનમાં કરવા જોઈએ કે નહીં અને તમારા શરીરને તે અનુકૂળ છે કે નહીં એ માટે તમારા ચિકિત્સકની કે યોગમાં નિપૂર્ણ એવા અભ્યાસીની મદદ લો. એ સિવાય આગળ ન વધો, કારણ કે અષ્ટાંગ – વિન્યાસ, યીન અને હઠયોગાના અભ્યાસુઓ તો આ આસનો પર અને તેની પદ્ધતિ પર ટીકા ટીપ્પણીઓ સુધ્ધાં કરી ચૂક્યા છે.

bikram yoga

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments