Homeસિનેમાવાદકંગના VS દિલજીત : એ કરન જોહરના પાલતું...

કંગના VS દિલજીત : એ કરન જોહરના પાલતું…

ઝાલાવાડી જલજીરા : ગુલશન ગ્રોવરે ભજવેલા પાત્ર અને તેની ડાઈલોગ ડિલેવરીની કળા, ‘‘બેડબોય’’ માટે તેને બોડબોયના હુલામણા નામે ઓળખવામાં આવે છે. કંગના રનૌતને ટ્વીટર પર તેના લખાણ માટે માની લેવામાં આવે તો કંઈ કહી ન શકાય. કોર્ટે થોડા સમય પહેલા જ તેને સોશિયલ મીડિયા પર સંયમ જાળવવાની અપીલ કરી હતી. પણ કંગના ધડાઘડ ટ્વીટ એવી રીતે કરી રહી છે જાણે તે કોઈ રાજકારણી હોય. વિરોધપક્ષની નેતા હોય. સરકાર પર જ્યારે કોઈ તકલીફ આવી જાય છે ત્યારે કંગના ટ્વીટર પર સક્રિય થઈ જાય છે.

છેલ્લા નવ દિવસથી દિલ્હીમાં પંજાબના ખેડૂતો કૃષિ બિલનો વિરોધ નોંધાવી રહ્યા છે. દિલ્હીની આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતો હટી નથી રહ્યા. વિરોધ તેની ચરમસીમાએ છે અને સરકાર પણ વાતચીત કરવા બોલાવતી હોવા છતાં ખેડૂતો ટસ ના મસ નથી થઈ રહ્યા. ઉપરથી તેમનું ભોજન પણ અવગણી રહ્યા છે.

ગઈકાલે ખેડૂત આંદોલનનું માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર પર એક અનેરું દંગલ જોવા મળ્યું. સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતોના દ્વારા દાખવવામાં આવી રહેલા વિરોધને ટેકો આપી રહ્યા છે. તેમાં પંજાબના સુપર સ્ટાર અને બોલિવુડની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા દિલજીત દોસાંજે કંગનાના વીડિયોને આડેહાથ લીધો.

ગુરૂવારે દિલજીત અને કંગના ટ્વીટર પર આમને સામને આવી ગયા. મોટાભાગે ટ્વીટર પર કોઈ સ્ટારનું આટલું મોટું વોર જોવા નથી મળતું, પણ કંગના અને દિલજીતે જાણે કોઈ સામાન્ય વ્યક્તિ હોય તેમ લડાઈ શરૂ કરી દીધી અને જોત જોતામાં ટ્વીટની લાંબી લાઈન લાગી ગઈ. અન્ય લોકોએ પણ તેમાં મજા લીધી.

વિવાદની શરૂઆત ક્યાંથી થઈ ?

વાતની શરૂઆત થઈ એક વૃદ્ધ મહિલાથી. આ મહિલાનું નામ છે મહિંદર કૌર. કૃષિ આંદોલનના વિરોધમાં તેમની તસવીર વાઈરલ થઈ હતી અને તેઓ પોપ્યુલર થઈ ગયા. કંગનાએ ટ્વીટર પર તેમની તુલના શાહીનબાગની બિલકીસ દાદી સાથે કરી. જેનો જવાબ દિલજીતે એક વીડિયો શેર કરીને આપ્યો અને બખેડો શરૂ થઈ ગયો.

દિલજીત દોસાંજે શું લખ્યું છે ? ફિલ્મ તો અમે પોતે જ પ્રોડ્યુસ કરી લઈશું. કોઈની પાસેથી રૂપિયા લેવાની જરૂર નથી. આપની મેડમને સમજાવો કે અમારી વૃદ્ધ દાદી સાથે થોડી ઢંગથી વાત કરે.

કંગના રનૌતની એન્ટ્રી : એ કરન જોહરના પાલતુ. જે દાદી શાહીનબાગમાં પોતાના નાગરિકત્વ માટે વિરોધ નોંધાવી રહી હતી એ જ બિલકિસ બાનો દાદીજી ખેડૂતોના MSP માટે પણ વિરોધ નોંધવતી દેખાઈ. મહિંદર કૌરને તો હું જાણતી પણ નથી. શું નાટક ચલાવીને રાખ્યું છે તમે લોકોએ ? એને બંધ કરો.

દિલજીત : તે જેટલા લોકો સાથે ફિલ્મ કરી છે ને, તું એ લોકોની પાળતું છે ? પછી તો લિસ્ટ લાંબી થઈ જશે પાળતુઓની ? આ બોલિવુડવાળા નથી. પંજાબવાળા છે. ખોટું બોલીને લોકોને ભડકાવવું અને લાગણીઓ સાથે રમવું એ તો તમે સારી રીતે જાણો છો.

દિલજીત : હું બસ કહી રહ્યો છું તને કે આ બોલિવુડવાળા નથી પંજાબવાળા છે. 2 કહીશ તો 4 નહીં 36 સાંભળવા મળશે. આવી જા…. આવી જા…. જેટલો તે ડ્રામા કરેલો છે, એ આ પંજાબવાળા જ દૂર કરશે. બીજા કોઈના હાથમાં તો તમે આવવાના નથી. આવી જા…

કંગના : એ ચમચા ચાલતો થા. તું જેની પાસેથી રોજ કામ લે છે ને તેની હું રોજ ઈજ્જત કાઢી નાખું છું. હું કંગના રનૌત છું તારા જેવી ચમચી નથી કે ખોટું બોલું. મેં તો ફક્ત અને ફક્ત શાહીનબાગની પ્રોટેસ્ટર પર કોમેન્ટ કરી હતી. જો કોઈ મને ખોટી સાબિત કરી દે તો હું માફી માગી લઈશ.

દિલજીત : તો આવી જા, તને અકલ જ નથી. બોલિવુડની ધમકી કોઈ બીજાને જઈને આપજે. અમને લોકોને ઠેકાણે લગાવવાની છો. તું પહેલા બોલિવુડવાળાઓને કહેતી આવતી હોઈશ.

કંગના : પંજાબી સમજાય છે મને. જેમણે દિલ્હીમાં દંગા કરાવ્યા. લોહીની નદીઓ વહેવડાવી. દંગા કરાવ્યા તેને બચાવતા શરમ નથી આવતી. તને શું શર્મ આવશે. કરન જોહર કેવી રીતે બધાને કામ આપે છે ખબર છે તને.

દિલજીત : વાત શેની થઈ રહી છે. તું કઈ બાજુ જા છો? દિમાગ તો ઠેકાણે છે તારું? વાતને ઘુમાવ નહીં સીધો જવાબ આપ. જે તે અમારી માતાઓ માટે બોલ્યું છે. તારી હીરોઈનગીરી કાઢી નાખીશ.

કંગના : એ… વાત તો એ જ છે. જ્યારે કોઈની સિટીઝનશીપ ગઈ જ નહીં તો એ શાહીનબાગની દાદીએ કોના કહેવા પર વિરોધ નોંધાવ્યો ? જ્યારે MSP હટાવ્યો જ નહીં તો દાદી કોના મોકલવા પર ખેડૂતોના આંદોલનમાં ભાગ લઈ રહી છે. કોણ તેને પાછળથી પ્રમોટ કરી રહ્યું છે ?

દિલજીત : એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને 100 રૂપિયાની મજૂર કહેવી. કોણે શીખવાડ્યું ? એ પણ એક વૃદ્ધ માતાને. દરેક વખતે તમે સાચા હો એ જરૂરી નથી. વાત થઈ રહી છે એ દાદીની જેની તસવીર સામે આવી. એ દાદીનો જવાબ સાંભળ્યો કે ફરી પાછો મોકલું. જોડ તોડ બોલિવુડમાં ચાલતો હશે. પંજાબીયો સાથે નહીં ચાલે. માણસ ઘણી વાર તાકાત અને અભિમાનના કારણે અંધ થઈ જાય છે. દરેક વખતે તું સાચી હો એ જરૂરી નથી. કદાચ તને પણ બુદ્ધિ પંજાબવાળા જ આપશે. મુદ્દા પર આવ. તે અમારી પંજાબની માતાઓ વિશે શું કહ્યું ?

કંગના : મારું કે તમારું સાચું હોવું જરૂરી નથી. દેશનું સાચું હોવું જરૂરી છે. તમે લોકો ખેડૂતોને ભડકાવી રહ્યા છો. હું ચિંતિત છું, આ પ્રદર્શનથી, આ હુલ્લડથી, ખૂન-ખરાબાથી અને તમે બધા ભાગીદાર છો આમાં. યાદ રાખજો.

દિલજીત : આ તને ખૂન-ખરાબાવાળી લાગે છે ? દરેક વાતમાં ખૂન ખરાબો. જોઈએ છે શું તને ? આ માતા અમારા માટે ભગવાન છે. તને બોલવાની અક્કલ નથી શીખવાડી કોઈએ. તને પંજાબી બતાવશે કેવી રીતે મોટાઓ સાથે વાત કરાય.

કંગના : આ પંજાબની પાર્ટીના નેતા છે. જે આતંકીઓની પોલ ખોલી રહ્યા છે. કરણ જોહરના ચમચાઓ માટે આ તેમનું મંતવ્ય છે. અને બાકીના દેશના ટુકડા કરવા માગે છે. દાદીને વિના કોઈ કારણે ખેંચીને પોતાનો એજન્ડા ચલાવવા માગે છે.

દિલજીત : તારી કોઈ વાત બની નથી રહી. અમને ખબર છે કે તારે રાજનીતિમાં આવવું છે. પણ કોઈનું ધડ માથું તો હોય. વાત ફક્ત ખેડૂતોની થઈ રહી છે. જો તે અમારી માતાઓ વિશે કંઈ કહ્યું તો જવાબ મળશે જ. અને જે ફિલ્મની વાત તું કરી રહી છો એને નેશનલ એવોર્ડ મળ્યો છે. તે ખોટી જગ્યાએ માથું માર્યું. મને કહે તે બોલ્યું જ કેવી રીતે. તારો પાલો બોલિવુડ સાથે પડ્યો છે. અમે પંજાબી છીએ. બેની 36 સંભળાવીશું.

દિલજીત : શાંતિથી પ્રદર્શન ચાલી રહ્યું છે. ખેડૂતોના હકનું આખો દેશ ખાઈ છે. તું અલગ જ ચાલી રહી છો. જ્યારે જુઓ ત્યારે ખૂન ખરાબાની વાતો કરે છો. કર્મ યાદ રાખજે. તું જે પણ કરે છે બધું અહીં જ ભોગવવું પડશે. કોઈ વખત બોલિવુડની ધમકી, કોઈ વખતે કંઈક, કોઈ વખત ખૂન ખરાબો, ખબર જ નથી કહે છે શું ?

કંગના : પંજાબ ભારત માતાનું હ્રદય છે. આપણે એ આતંકીઓને શોધવા પડશે. જે હ્રદયને શરીરથી અલગ કરવા માગે છે. કેટલાક લોકો જે બધુ આંચકવા માગે છે. એ દેશ ને તોડી ન શકે. ટૂકડે ટૂકડે ગેંગ સામે અવાજ ઉઠાવો.

દિલજીત : ઓકે. હ્રદયમાં માતાઓ માટે આવી વાત છે. ભારત માત્ર તારું એકલીનું છે. જ્યારે પણ જુઓ રાજનીતિ. સૌથી વધારે બલિદાન પંજાબીઓએ આપ્યું છે. તું અમારી માતાઓ માટે ખોટું બોલે. ચિંતા ન કર તું પંજાબી યાદ રાખીશ. શાંતિથી પ્રદર્શન ચાલુ રાખીશ. પણ આના જેવા કેટલાક લોકો સ્થિતિ બગાડવામાં લાગ્યા છે. આ મહિલા શરૂઆતથી જ ભટકાવી રહી છે. સૌ પંજાબી જાણે છે તને.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments