Homeસાહિત્યઅવતાર સિંહ સંધુઃ ક્રાંતિકારીઓ પાસે વચ્ચેનો કોઈ માર્ગ નથી હોતો

અવતાર સિંહ સંધુઃ ક્રાંતિકારીઓ પાસે વચ્ચેનો કોઈ માર્ગ નથી હોતો

કોમરેડ જસ્મીન સુવાગીયા : પંજાબી કવિ અવતાર સિંહ પાસના કાવ્યસંગ્રહનું નામ છે વચ્ચેનો કોઈ રસ્તો નથી હોતો. આપણે હંમેશાં વચ્ચેનો રસ્તો કાઢીને જીવન જીવતા હોઈએ છીએ, પણ આ કવિએ આવી વ્યવસ્થાને જ નકારી દીધી હતી. માત્ર ક્રાતિકારી નહીં પરંતુ ક્રાંતિના આ કવિની તુલના ઘણીવાર ભગતસિંહ સાથે પણ કરવામાં આવી છે. 

વાત છે એવા કવિની જેની કવિતામાં પોતાના દેશની માટીની સુગંધ અને પ્રેમિકાના દેહને સુગંધને સમાન રીતે અનુભવનાર આપણા વ્હાલસોયા કવિ અવતાર સિંહ પાસ.

9 ડિસેમ્બર 1950માં જન્મેલા આ કવિ લાંબુ આયુષ્ય ન ભોગવી શક્યા. તેમની કવિતા તીરની ધારથી જરા પણ ઓછી ન હતી.તમારા દિલની આરપાર ઉતરી જાય તેવા શબ્દો. અવતાર સિંહ પાસ પંજાબી ભાષાના કવિ હોવા છતાં તેમને હિન્દી પટ્ટી અને ભારતના અન્ય પ્રદેશમાં પણ કવિ તરીકે ખૂબ સન્માન મળ્યું, અમૃતા પ્રીતમને બાદ કરતા પાસ એવા બીજા પંજાબી સાહિત્યકાર છે. પાસ એક એવા કવિ છે જેની કવિતામાં જેટલો પ્રેમ છે તેટલો જ આક્રોશ છે. પાસને અમથા જ ક્રાંતિના કવિ નથી કહેવામાં આવ્યા. ક્રાંતિકારી છતાં ભાવુક. પાસના શબ્દોને ભાગલવાદીઓ પચાવી ન શક્યા અને પાસની હત્યા કરી નાખી. હત્યારા ભૂલી ગયા કે કવિ મરી શકે પરંતું તેના શબ્દો નહીં. પાસ આજે પણ આપણી વચ્ચે ચિરંજવી છે.

માત્ર 15 વર્ષની ઉંમરે કવિતા લખવાનું શરૂ કરનાર અવતાર સિંહ પાસનો પ્રથમ કાવ્યસંગ્રહ તેમની 20 વર્ષની ઉંમરે જ પ્રકાશિત થઈ ગયો હતો. 

પાસને ઘણા કડવા અનુભવો પણ થયા. એક પ્રકાશકે તેમને કાવ્યસંગ્રહના બદલામાં કંઈ પણ ન આપ્યું. એ પણ એવા સમયે જ્યારે તેમના કાવ્યસંગ્રહના પુસ્તકોનું ધૂમ વેચાણ થયું હતું. પોતાની વિચારધારા જ જાણે પાસનો દોષ બની ગઈ હોય તેમ આ કવિ ઝઝૂમતા રહ્યાં. સાચો સર્જક એ છે જેની કૃતિ સામાજિક પરિવર્તનની ઘોતક બને. કવિ પાસમાં આ ક્ષમતા ભારોભાર હતી.

જીવનમાં ઉચ્ચ શિક્ષણ ન મેળવી શકવાનો વસવસો પાસને જીવનભર રહ્યો, પરંતુ તેમ છતાં તેઓએ ઉમદા સાહિત્ય આપણને આપ્યું.  અવતાર સિંહ પાસ રાજનીતિમાં પણ ગયા. કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા પરંતુ તેઓની ઓળખ એક જન્મજાત કોમરેડ તરીકેની જ કાયમ હતી

અવતાર સિંહ પાસ ખૂબ જ મનમોજી કવિ હતા. તેમનું ખરૂ વ્યક્તિત્વ આપણે તેમની કવિતામાં પ્રતિબિંબિત થતું જોય શકીએ છીએ. તેમણે પ્રેમ કર્યો, નશો કર્યો, પણ જીવન સાથે કોઈ ભેળસેળ કરી નહીં. અચ્છે દિનની આશાએ તેમને દબાયને જીવવું મંજૂર ન હતું.  મરી મરીને જીવનારાઓમાંથી પાસ ન હતા. પાસે શોષણ, દમન અને અત્યાચારથી મુક્ત વિશ્વની કામના કરી હતી અને તેમના આ સપના માટે લડવુંએ એનો સ્વભાવ હતો. આ કવિ પાસે વચ્ચેનો કોઈ રસ્તો ન હતો. પાસની કવિતાઓને કેટલાક અંશો જોઈએ

1

अब विदा लेता हूं
मेरी दोस्त, मैं अब विदा लेता हूं
मैंने एक कविता लिखनी चाही थी
सारी उम्र जिसे तुम पढ़ती रह सकतीं
उस कविता में
महकते हुए धनिए का जिक्र होना था
ईख की सरसराहट का जिक्र होना था
उस कविता में वृक्षों से टपकती ओस
और बाल्टी में दुहे दूध पर गाती झाग का जिक्र होना था

2

मेहनत की लूट सबसे ख़तरनाक नहीं होती
पुलिस की मार सबसे ख़तरनाक नहीं होती
ग़द्दारी और लोभ की मुट्ठी सबसे ख़तरनाक नहीं होती

बैठे-बिठाए पकड़े जाना – बुरा तो है
सहमी-सी चुप में जकड़े जाना – बुरा तो है
पर सबसे ख़तरनाक नहीं होता

3

हर किसी को नहीं आते
बेजान बारूद के कणों में
सोई आग के सपने नहीं आते
बदी के लिए उठी हुयी
हथेली को पसीने नहीं आते
शेल्फों में पड़े
इतिहास के ग्रंथो को सपने नहीं आते
सपनों के लिए लाज़मी है
झेलनेवाले दिलों का होना
नींद की नज़र होनी लाज़मी है
सपने इसलिए हर किसी को नहीं आते

4

गर देश की सुरक्षा को कुचल कर अमन को रंग चढ़ेगा
कि वीरता बस सरहदों पर मर कर परवान चढ़ेगी
कला का फूल बस राजा की खिड़की में ही खिलेगा
अक्ल, हुक्म के कुएं पर रहट की तरह ही धरती सींचेगी
तो हमें देश की सुरक्षा से खतरा है

5

हम लड़ेंगे साथी, उदास मौसम के लिये
हम लड़ेंगे साथी, गुलाम इच्छाओं के लिये
हम चुनेंगे साथी, जिंदगी के टुकड़े
हथौड़ा अब भी चलता है, उदास निहाई पर
हल अब भी चलता हैं चीखती धरती पर
यह काम हमारा नहीं बनता है, प्रश्न नाचता है
प्रश्न के कंधों पर चढ़कर

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments