Homeવિશેષઓશોએ તૈયાર કરેલી આગ પર કંઈ કેટલાયે પોતાની રોટલી શેકી છે

ઓશોએ તૈયાર કરેલી આગ પર કંઈ કેટલાયે પોતાની રોટલી શેકી છે

‘‘આ નવલકથાનું કેન્દ્ર તો અવનીશ છે, કોઈ પણ માણસ એનું રજનીશજી જોડે સમીકરણ કરે તો કદાચ સાવ ખોટો ન પડે. જોકે અશ્વિનીએ મને એક વાત કહી હતી કે મેં મારી જિંદગીમાં રજનીશજીનું એકાદ વાક્ય પણ નથી વાંચ્યું અને અશ્વિનીને ખોટું બોલવાનું તો કોઈ કારણ ન હોઈ શકે. એક રીતે એમણે રજનીશજીને નથી વાંચ્યા તો સારું જ થયું છે.’’

આ શબ્દો છે ગુજરાતી કવિ અને વિવેચક સુરેશ દલાલના. જેમણે અંગાર નવલકથાની પ્રસ્તાવનામાં ટાંક્યા છે. માન્યું કે અશ્વિની ભટ્ટે કે આ લેખ વાંચનારાએ પણ ઓશોને નહીં વાંચ્યા હોય, પણ ઓશોના જીવનથી પરિચિત ન હોય એમ થોડું બને. સારી નવલકથાઓનો પ્લોટ તો છાપે ચડે પછી આંખે ચડે અને ઓશો જેટલું તો દુનિયાની આંખે કોઈ નહોતું ચડ્યું!!

રજનીશ કેટલીક વેબ સિરીઝોમાં દેખાયા. એમનું નામ નથી લેવાતું, પણ આસપાસના સાધકો દ્વારા કરવામાં આવતી ક્રિયા એ વાતનો કોયડો ઉકેલી આપે છે કે ડાયરેક્ટરનો સાધુ-બાવો એ ઓશોથી પ્રેરિત છે. છતાં ઓશોમાં માનનારા કે ઓશોના ચાહકોએ કોઈ દિવસ રસ્તામાં ઉતરી આવીને ટાયર નથી સળગાવ્યા. ઓશોના ચાહકોએ કોઈ દિવસ કોઈ સાથે ખરાબ વર્તન કર્યું હોય એવા સમાચારો નથી પ્રગટ થયા. ઓશોમાં માનનારાઓએ ફિલ્મો ને વેબ સિરીઝો બંધ કરાવી હોય તેવું નથી બન્યું. કદાચ ઓશો એટલે જ લોકપ્રિય છે. જે ઓશોને સાંભળે છે અને તેને માને છે એ થોડી વાર માટે તો આ જગત સાથે છેડો કાપી જ નાખે છે. ખૂદ ઓશો આજે જીવતા હોત તો પણ આવું ન કરેત. નવરા માણસો ટીકા કરતા હોય છે. જેમની પાસે કામ જ કામ છે તેને હવે ક્યાં એવો સમય કે ટીકા કરે. ગુગલના સ્થાપકમાંના એક લેરી પેજ આખો દિવસ ટીકાઓ કર્યા રાખે છે? સમય જ નથી.

કોઈ કહે કે હું ઓશોને ખૂબ વાંચુ છું. તો તેની નજીક જ રહેવું, કારણ કે એ તમને નુકસાન નહીં પહોંચાડે. એ કોઈ પોલિટિકલ પાર્ટી સાથે સંલગ્ન નહીં હોય. એ બસ નિરવ શાંતિની શોધમાં હશે. પોતાના જેવા વ્યક્તિની ખોજમાં હશે. ઓશોના ચાહકની સૌથી મોટી તકલીફ એ રહે છે કે એ જ્યારે ઓશોમાં લીન હોય છે ત્યારે જ કેટલાક લોકો આવી તેને કહે છે કે, ‘‘ઓશો ને ન વાંચો. ઓશોને ન સાંભળો. એ તો સેક્સ ગુરૂ છે.’’

આ વાત એ વ્યક્તિ કહેતો હોય છે જેણે આ વાત બીજા વ્યક્તિ પાસેથી સાંભળી હોય છે. અને એ વ્યક્તિએ પણ ત્રીજા વ્યક્તિ પાસેથી સાંભળી હોય છે. વિચારવા જેવી વાત એ છે કે એમાંથી કોઈએ પણ ઓશોને સાંભળ્યા કે વાંચ્યા નથી હોતા. આવા લોકો માટે ઓશોના જ પ્રવચનમાંથી તારવેલું એક વાક્ય, What The F…K Are You Doing ??

ઓશોને વાંચો સાંભળો તો હસવું આવે. હસો તો વિચારો બંધ થાય અને અહમનો વિલય થઈ જાય. સારામાં સારો વક્તા એ છે કે જેને સાંભળતી વખતે તમને કોઈ પણ પ્રકારના વિચારો ન આવે. તમારું ધ્યાન તેના શબ્દો પર જ રહે. આ પણ ધ્યાનની જ એક ક્રિયા છે. ધ્યાન સવારમાં પાંચ વાગ્યે ઉઠી, ગાર્ડનમાં પાથરણું પાથરી, કોઈ યોગ શિક્ષકને મહિને 5000 આપી નથી કરવામાં આવતું. ધ્યાનનો અર્થ થાય છે તમે જે કામ કરતા હો તેમાં પરોવાયેલા રહો. લખો તો બસ લખો, પછી કોઈ બીજા વિચારો ન આવવા જોઈએ સિવાય કે તમે જે વિષય પર લખી રહ્યા છો.

ઓશોએ એક સિંગલ શબ્દ નથી લખ્યો અને તો પણ તેના પુસ્તકો છપાય છે અને વેચાય છે. વેચાય છે એટલે વાંચનારા છે. વાંચનારા છે એટલે ઓશોમાં માનનારાઓની એક મોટી સંખ્યા છે. પણ માત્ર ઓશોમાં ન માનીને અગણિત વિચારધારાઓમાં માનનારા પણ છે. એ ઓશોને વાંચતો હોય ફલાણી-ઢીંકણી વિચારધારાની પણ વાતો કરતો હોય. ઓશોની કોઈ એક વિચારધારા નથી. એ બુદ્ધની વાત કરે છે, લાઓત્સેની પણ વાત કરે છે, કબીર પણ તેમના વ્યાખ્યાનમાં આવે અને ફ્રોઈડ પણ આવે.

ઈટ મીન્સ ઓશો ભગવાન નથી તે અઠંગ વાંચક છે. તમે જે નથી વાંચ્યું તે સવાલ રૂપે ઓશોને પૂછો છો અને ઓશો તેનો જવાબ આપે છે. ઓશોએ પોતાના વ્યાખ્યાનમાં જ એક વખત કહી દીધેલું કે, ‘મારે ફ્રોઈડ શું કહેવા માગે છે તે જાણવું પડે છે. જો હું ન જાણું અને કાલ કોઈ મને ફ્રોઈડ વિશે પૂછે અને હું જવાબ ન આપી શકું તો તેનો મારા પરથી વિશ્વાસ ઊઠી જશે.’

એમની તો પોતાની જ લાઈબ્રેરી વિશાળ હતી. તેમાં કોઈને આવવાની પરવાનગી નહોતી. પ્રવચન સિવાયના સમયમાં એ પુસ્તકો વાંચતા રહેતા હતા. પુસ્તકોમાં લીટી કે છેકછાક કરવી કે ચોપડીનું પાનું વાળવું આવું તેમને ગમતું નહીં, કારણ કે તેઓ એક વાચક હતા લેખક નહીં. જેમને સંદર્ભની જરૂર પડે.

લેખકો અને ખાસ કરીને ગુજરાતના લેખકો ઓશોથી ખાસ્સા પ્રભાવિત છે. આ વાતનો તેઓ સ્વીકાર કરવા માગતા નથી. બીજાના પૈસે ઊભી કરેલી પોતાની દુકાનમાં તસ્કરી કોણ કરે? ઘણાએ તો ઓશોને ડિટ્ટો યુઝ જ કરી લીધા છે. એક વખત પણ એમણે પોતાના પ્રવચનમાં એ વાતનો ભેંકણો નથી તાણ્યો કે હું ઓશોથી પ્રભાવિત છું અથવા તો મેં રજનીશને ખૂબ વાંચ્યા છે. શું કામે ? વાંચકો માની લેશે કે આ તો ઓશોમાંથી કોપી મારે છે? ઓશોએ તૈયાર કરેલી આગ પર ઘણી વ્યક્તિએ પોતાની રોટલી શેકી છે. રોટલી ખાધી પણ છે પણ કોની આગ ઉપર બનાવી છે તે કોઈ કોઈને કહેતું નથી. તું પણ ચૂપ હું પણ ચૂપ. આજે ઓશો જન્મ્યા હતા. સારું ઓશો જન્મ્યા હતા બાકી લેખકો ન જન્મેત.

હવે તો આ વ્યાખ્યા પણ ખોટી ઠરી છે. ઓશોએ બનારસના એક ભાઈની 70ના દાયકામાં શાબ્દિક પીટાઈ કરેલી તેવી પીટાઈ ફેસબુકના અને વર્ષોથી એક જ સરખી કોલમો ઢસડતા છાપાના ઘરડા લેખકોની પણ કરવાની જરૂર છે. છાપામાં કોલમ શું છે ? સારામાં સારા વાર્તાકારો અને નવલકથાકારો કોલમ રાઈટીંગમાં ઉકરડા બની ગયાના દાખલા છે. પણ ઘરડા લેખકો સ્વીકારશે નહીં. આપણામાંથી જ કેટલાક લોકોએ બીડું ઝડપી રાખ્યું છે કે એમને એ વાત ફિલ ન થવી જોઈએ.

જિંદગીના કડવાં-મીઠાં સંસ્મરણો આ પુસ્તકમાં લેખક કાન્તિ ભટ્ટ ઓશો અને સેક્સની વાત કરતાં લખે છે.

છેલ્લી ગુરુપૂર્ણિમાને દિવસે પુણેના ઓશો આશ્રમમાં જઈને હું આવ્યો ત્યારે કોઈએ ટકોર કરી, ‘સેક્સ ગુરૂ પાસે જઈ આવ્યા?’

મેં કહ્યું,  ‘રજનીશને જાણ્યા વગર આવો મત બાંધી ન લો.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments