Team Chabuk-National Desk: કેરળના મલપ્પુરમ જિલ્લામાં 17 વર્ષીય છોકરીએ યુટ્યૂબ પર વીડિયો જોઈ કોઈની પણ મદદ વગર બાળકને જન્મ આપ્યો હતો. છોકરી પ્રેગનન્સી દરમિયાન પોતાના ઘરમાં જ રહી હતી પણ નવ મહિના સુધી કોઈને પણ આ વાતની ભનક સુદ્ધા લાગી નહોતી. ડિલેવરીના ત્રણ દિવસ બાદ બાળકના રૂદનથી છોકરીન માતાને ખબર પડી ગઈ હતી.
છોકરી પોતાના માતા પિતાની સાથે જ રહે છે. તેની માતા પ્રજ્ઞાચક્ષુ છે અને પિતા સિક્યોરિટી ગાર્ડમાં નોકરી કરે છે. જેથી મોટાભાગનો સમય તેઓ ઘરની બહાર જ રહે છે. છોકરી પોતાના પાડોશી 21 વર્ષીય યુવકની સાથે રિલેશનશિપમાં હતી. પ્રેગનન્સી દરમિયાન છોકરી ઓનલાઈન ક્લાસનું બહાનું આપી પોતાના રૂમમાં જ રહેતી હતી. ડિલેવરી પહેલા યુવકે છોકરીને કહ્યું હતું કે, યુટ્યૂબ પરથી વીડિયો જોઈને નાળ કાપવાનું શીખી જાય. યુવતીએ છોકરાની વાત માની લીધી હતી.
ત્રણ દિવસ બાદ છોકરીની માતાએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. હકીકત સામે આવી ગયા બાદ તેને અને બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. બંનેને મેડિકલ સુપરવિઝનમાં રાખવામાં આવ્યા. છોકરી સગીર હોવાના કારણે હોસ્પિટલે ચાઈલ્ડ વેલફેયર કમીશનને આ ઘટના અંગે સૂચિત કર્યા હતા. સીડબલ્યૂસીએ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. પોલીસે પોક્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરતા છોકરાની ધરપકડ કરી લીધી છે. જ્યારે છોકરી અને બાળક બંને સ્વસ્થ હોવાની જાણકારી હોસ્પિટલ પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત