Homeગામનાં ચોરેદિલ્હી હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની પોલીસને ખખડાવી નાખી, ‘આવું ઉત્તર પ્રદેશમાં ચાલતું હશે.’

દિલ્હી હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની પોલીસને ખખડાવી નાખી, ‘આવું ઉત્તર પ્રદેશમાં ચાલતું હશે.’

Team Chabuk-Gujarat Desk: દિલ્હી હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની પોલીસને ખખડાવી નાખી છે. ઉત્તર પ્રદેશની પોલીસે અપહરણના એક કેસમાં બે લોકોની દિલ્હીથી ધરપકડ કરી હતી. આરોપ લાગ્યો છે કે, આવું કરવામાં તેમણે કાયદાનું પાલન નથી કર્યું. દિલ્હી હાઈકોર્ટને આ અંગે ખબર પડતા તેમણે ઉત્તર પ્રદેશની પોલીસને કહી દીધું હતું કે, ‘આવું ઉત્તર પ્રદેશમાં ચાલતું હશે.’

આ સમગ્ર ઘટના દિલ્હીના એક વ્યક્તિ અને એક યુવતીની સાથે સંકળાયેલી છે. બંનેએ 1 જુલાઈના રોજ પરિવારજનોની મરજી વિરૂદ્ધ વિવાહ કર્યા હતા. છોકરીના પરિવારજનોએ તેની ફરિયાદ પોલીસને કરી હતી. એ પછી અપહરણનો કેસ ફાઈલ કરી નાખવામાં આવ્યો. 6 ઓગસ્ટના રોજ મોડી રાત્રે ઉત્તર પ્રદેશ પોલીસ દિલ્હીમાં આવી અને છોકરાના ભાઈ અને તેના પિતાને ઉઠાવીને લઈ ગઈ.

હાઈકોર્ટ સુધી ઉત્તર પ્રદેશ પોલીસની આ વાત પહોંચી પછી પોલીસને કોર્ટે ખખડાવી નાખી હતી. ન્યાયાધીશ મુક્તા ગુપ્તાએ કહ્યું કે, આ કામ અહીં દિલ્હીમાં નહીં ચાલે. કોઈ પણ નિયમ વિરૂદ્ધનું કામ. તમે આવો, દિલ્હીથી ઉઠાવો અને કહી દો કે દિલ્હીના શામલીથી ઉઠાવ્યા હતા, અને વધુમાં ધરપકડ કરી એ દેખાડી દો. આ દિલ્હીમાં નહીં ચાલે. આ નિયમ વિરૂદ્ધની કાર્યવાહી છે.

કોર્ટે એ પણ કહ્યું કે, ઉત્તર પ્રદેશની પોલીસે આ કેસમાં ડગલે ને પગલે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. ન્યાયાધીશ મુક્તા ગુપ્તાએ ઉત્તર પ્રદેશ પોલીસને ચેતવણી આપતા કહ્યું હતું કે, તેઓ કોર્ટમાં શામલી રુટના સીસીટીવી રિકોર્ડિંગ સામે, રાખે જેથી ખબર પડે કે વાસ્તવમાં ધરપકડ ક્યાંથી કરવામાં આવી છે. ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે, ‘હું તમામ સીસીટીવી કઢાવીશ અને જો મને એ મળ્યું કે, શામલી પોલીસ દિલ્હી આવી હતી, તો હું તમામની વિરૂદ્ધ ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી શરુ કરાવી દઈશ.’

જજે દિલ્હી પોલીસને વધારે ફટકાર લગાવતા કહ્યું હતું કે, જો તમે બિલકુલ આંખ અને મગજ બંધ કરીને કામ કરો છો, તો તેનો અમારી પાસે કોઈ ઈલાજ નથી. તમે તમારી ઈચ્છા મુજબ કોઈને પણ ઉઠાવીને ન લઈ જઈ શકો. કાયદો એમ જ કહે છે ને?

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments