Homeગામનાં ચોરેપ્રથમ દુષ્કર્મ આચર્યું અને વીડિયો બનાવ્યો, પોલીસના ભયથી પીડિતા સાથે લગ્ન કર્યા,...

પ્રથમ દુષ્કર્મ આચર્યું અને વીડિયો બનાવ્યો, પોલીસના ભયથી પીડિતા સાથે લગ્ન કર્યા, બાદમાં ફરી વીડિયો બનાવી મિત્રોને મોકલવા લાગ્યો

Team Chabuk-Gujarat Desk: ઉત્તર પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં, 28 વર્ષીય એક યુવતીની સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપીએ પોતાના મિત્રની સાથે મળી ન માત્ર યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું, પણ કરેલા પાપનો વીડિયો પણ બનાવી લીધો હતો. આરોપી પરણિત હોવા છતાં તેણે પોતાનું પાપ છુપાડવા માટે અને પોલીસથી બચવા, યુવતીની સાથે લગ્ન કરી લીધા હતા. તોપણ આરોપી પોતાની હરકતમાંથી ઉંચો નહોતો આવ્યો.

ADV

તે યુવતીની અશ્લીલ વીડિયો વારંવાર બનાવી પોતાના મિત્રોને મોકલતો રહ્યો હતો. ત્યાં સુધી કે તેણે યુવતી પર દબાણ લાદતા, તેના મિત્રોની સાથે સંબંધ બાંધવાનું કહ્યું હતું. યુવતી તેની આવી હરકતોથી પરેશાન થઈ ગઈ હતી અને ઘરે પરત આવી ગઈ હતી. તેના પરિવારજનો આરોપીની સાથે વાતચીત કરવા માટે ગયા તો આરોપીના પરિવારના લોકોએ યુવતીના પરિવાર પર હુમલો કરી દીધો હતો. યુવતી આખરે પોલીસની પાસે ગઈ હતી અને ફરિયાદ નોંધાવી હતી.

ADV

પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાની વય 28 વર્ષની છે. જે પરિવારની સાથે ન્યૂ ઉસ્માનપુરા વિસ્તારમાં રહે છે. વર્ષ 2019માં યુવતી એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. જ્યાં તેની મુલાકાત આરોપીની સાથે થઈ હતી. બંનેની વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમ થઈ ગયો. આરોપી યુવક યુવતીની સાથે લગ્ન કરવાની વાત કરવા લાગ્યો. બેઉંની મિત્રતા જોઈ, યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારજનોને ઘરે આમંત્રણ આપ્યું.

ADV

આરોપ લાગ્યો છે કે આ વચ્ચે યુવકે કહ્યું હતું કે, પહેલા તે તેને તેની માતાની સાથે મુલાકાત કરાવવા માગે છે. યુવતી યુવકની વાતમાં આવી ગઈ હતી અને તેના વેલકમ નિવાસસ્થાને પહોંચી ગઈ હતી. અહીં તેના પરિવારજનો તો નહોતો પણ તેનો એક અન્ય મિત્ર ઉપસ્થિત હતો. આરોપ લાગ્યો છે કે, યુવકે યુવતીને માદક પદાર્થ પીવડાવ્યું હતું અને તેના પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મનો આરોપીએ વીડિયો પણ બનાવ્યો હતો. એ પછી આરોપી તેને બ્લેકમેલ કરવા લાગ્યો.

ADV

બે મહિના બાદ જ્યારે યુવતી ગર્ભવતી થઈ ગઈ તો આરોપીએ તેનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો. આરોપીએ પોલીસ ફરિયાદના ભયથી પીડિતાની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ આરોપીએ પોતાનો અસલી ચહેરો દેખાડ્યો હતો. એ પત્નીનો અશ્લીલ વીડિયો બનાવી પોતાના મિત્રોને મોકલતો હતો. કંટાળીને પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધવી હતી. હાલ, પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments