Team Chabuk-National Desk: ઝારખંડમાં 19 વર્ષીય યુવતીને જીવતી દિવાલમાં ચણી દેવાની ઘટના સામે આવી છે. આ પાછળનું કારણ જમીન વિવાદને માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ પહોંચી હતી અને યુવતીને બચાવી લેવામાં આવી હતી. આરોપીઓની વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે.
આ સમગ્ર ઘટના કોડરમાના યોગિયા ટિલહા ગામડાની છે. માફિયાઓ જમીન પર કબ્જો જમાવવા માટે આવ્યા હતા. બદલો લેવા માટે તેણે બીજા પક્ષની છોકરીને ઓરડામાં બંધ કરી દીધી અને તાળું મારી દીધું. એ પછી તેની બહાર પાકી ઈંટનું ચણતર કામ કરી દીધું. છ કલાક સુધી યુવતી ઓરડામાં બંધ રહી.
આ યુવતીના પિતાનું નામ કિશોર પંડિત છે. લાંબા સમયથી તેમનું એ જ ગામમાં રહેનારા વિનોદ પંડિતની સાથે જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આરોપ છે કે આ વિવાદના કારણે જ જ્યારે ઘરમાં છોકરી એકલી દેખાઈ તો તેને દિવાલમાં ચણી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વિનોદ સહિત પાંચ છ લોકો ત્યાં પહોંચ્યા. તેમણે જબરદસ્તી છોકરીને ઓરડામાં બંધ કરી દીધી. આ ઘટનાની માહિતી કોઈએ પોલીસને આપી તો ઘટનાસ્થળ પર પોલીસ આવી. તેમણે દિવાલ તોડીને યુવતીને બહાર કાઢી અને હોસ્પિટલે મોકલી.
પોલીસે યુવતી સાથે પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તેને ઘરમાં જ બંધ કરીને દિવાલ ચણવામાં આવતી હતી. એ સમયે તે મદદ માટે પોકાર લગાવી રહી હતી. પણ કોઈએ તેની મદદ ન કરી. કોઈ આગળ ન આવ્યું. જ્યારે તેના પિતા કિશોર પંડિતને આ અંગે ખબર પડી તો તેઓ પોતાની પત્નીની સાથે તુરંત ગામ પરત ફરી ગયા.
પોતાની પુત્રીને લઈ હોસ્પિટલ પહોંચેલા કિશોર પંડિતે જણાવ્યું કે, ગામડાનાં જ કેટલાક લોકોની સાથે તેમનો જમીન વિવાદ ચાલી રહ્યો છે. જમીન પર કબ્જો જમાવવા માટે જ તેઓએ મારી પુત્રીને ઘરમાં બંધ કરી દિવાલ ચણી છે.
આ સમગ્ર વારદાતમાં પોલીસે જયનગર પોલીસ સ્ટેશનમાં FIR ફાઈલ કરી છે અને એક મહિલાની પણ ધરપકડ કરી છે. સાથે જ અન્ય પાંચ આરોપીઓને પોલીસ શોધી રહી છે. કોડરમાના SP ડૉ. એહતેશામે જણાવ્યું કે જમીનના વિવાદને લઈ ચાલતા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આરોપીઓની તુરંત ધરપકડ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત