Homeગામનાં ચોરેભારતનો નકશો ખોટી રીતે દર્શાવવા બદલ ટ્વીટરના આ કર્મચારી વિરૂદ્ધ ઉત્તર પ્રદેશમાં...

ભારતનો નકશો ખોટી રીતે દર્શાવવા બદલ ટ્વીટરના આ કર્મચારી વિરૂદ્ધ ઉત્તર પ્રદેશમાં કેસ ફાઈલ થયો

Team Chabuk-National Desk: છેલ્લા એક મહિનાથી ટ્વવીટરનું વાસ્તુશાસ્ત્ર યોગ્ય નથી લાગી રહ્યું! પહેલા ભારતીય નિયમોનું પાલન કરવામાં આનાકાની કરનારું ટ્વીટર હવે ભારતનો નકશો ખોટી રીતે દર્શાવવામાં ફસાયું છે. કેન્દ્ર સરકાર અને ટ્વીટર વચ્ચે ચાલી રહેલા ટેન્શનનાં માહોલમાં વધુ એક તણખો ઝર્યો છે. ટ્વીટરે જે નકશો બતાવ્યો તેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતમાં દર્શાવ્યા નથી. ટ્વીટર પર આરોપ લાગ્યો છે કે કાશ્મીર અને લદ્દાખને બે અલગ અલગ દેશ તરીકે ટ્વીટરે મૂલવ્યાં છે. ટ્વીટર તરફથી તો પોતાની ભૂલ સુધારી લેવામાં આવી છે પણ ઉત્તર પ્રદેશમાં તેના વિરૂદ્ધ કેસ નોંધાઈ ચૂક્યો છે.

ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં બજરંગ દળના નેતાની ફરિયાદ પર ટ્વીટર ઈન્ડિયાના પ્રબંધ નિર્દેશક મનીષ માહેશ્વરી વિરૂદ્ધ ભારતનો ખોટો નકશો દર્શાવવા માટે આઈપીસીની કલમ 505(2) અને આઈટી (સંશોધન) અધિનિયમ 2008ની કલમ 74 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ આખી માથાકૂટનો આરંભ ટ્વીપ લાઈફ વિભાગથી થયો. ટ્વીટરના કરિયર પેજ પર ટ્વીપ લાઈફ સેક્શનમાં વર્લ્ડ મેપ છે. જ્યાંથી કંપની એ દર્શાવે છે કે દુનિયાભરમાં ટ્વીટરની ટીમ છે. આ નકશામાં ભારત પણ છે. જોકે ભારતનો નકશો જે હોવો જોઈએ તેવો છે નહીં. તેમાં લદ્દાખ અને જમ્મુ કાશ્મીર અત્યાર સુધી દેખાતા નહોતા. કંપનીને પોતાની ભૂલ સમજાઈ અને તેને સુધારવાની દિશામાં પગલું ભર્યું ત્યાં સુધીમાં હડકંપ મચી ગયો હતો.

કેન્દ્ર સરકારની આ ઘટના પહેલાથી જ ટ્વીટર સાથે ટશલ ચાલુ છે. આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ટ્વીટર ભારતને લઈને દ્વિપક્ષીય વ્યવહાર રાખી રહ્યું છે. ટ્વીટરની ઈચ્છા ઠીક નથી લાગી રહી. એટલું જ નહીં ગત્ત અઠવાડિયાનાં રોજ રવિપ્રસાદનું એકાઊન્ટ કંપનીએ એક કલાક સુધી લોક રાખ્યું હતું. જેને લઈને પણ તણખા ઝર્યા હતા. ટ્વવીટરથી પહેલાથી જ સરકાર નારાજ ચાલી રહી છે. એવામાં નકશાનાં કારણે બેઉ વચ્ચે ફરી મુક્કેબાજી થઈ ગઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments