Team Chabuk-National Desk: કોરોનાના કારણે સમગ્ર વિશ્વ આર્થિક સંકડામણના નર્કમાં ધકેલાઈ ગયું છે. અર્થવ્યવસ્થા નામના વેગીલા હાથીના પગમાં કોરોના નામની સાંકળ બંધાઈ ચૂકી છે જેની ચેન કોઈકાળે તૂટી નથી રહી. જેના પગ મુક્ત છે એ હાથીનું નામ ચીન છે. ચીનની વુહાન લેબમાંથી કોરોના વાઈરસ ફેલાયાની વાતો વિશ્વનાં નેતાઓ કરી રહ્યા છે. ઈંગ્લેન્ડ અને અમેરિકા તેમાં અગ્રીમ હરોળ પર છે, કારણ કે તેમને ઘણું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કોરોનાની થપાટથી બેવડ વળી ગયેલી તેમની ઈકોનોમીને ફરી પહેલાની જેમ જ સંચારવત થતાં કદાચ મહિનાના મહિના લાગી જાય એમ પણ બને. આ વચ્ચે અન્ય દેશો માટે કૌતુકતાસભર સમાચાર એ સામે આવી રહ્યા છે કે ચીનની અર્થવ્યવસ્થા હરણફાળ ભરી રહી છે. એશિયાના અન્ય દેશો આ અઘરા પ્રમેયમાં છુપાયેલો ગૂઢ અર્થ હજુ સમજી નથી શક્યા.
વૈશ્વિક રેટિંગ એજન્સી S&P Global પોતાની રિપોર્ટમાં ભારત, ફિલીપાઈન્સ, મલેશિયા સહિતના એશિયાના ટોચના નેતાઓની અર્થવ્યવસ્થાની આર્થિક વૃદ્ધિના દરનો અનુમાન ઘટાડ્યો છે. તો ચીન, દક્ષિણ આફ્રિકા અને મેક્સિકોમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ આવી રહ્યાનું કહ્યું છે. S&Pનું કહેવું છે કે કોરોનાની બીજી લહેરના કારણે ભારતને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જેથી તેણે દેશના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન 11 ટકાથી ઘટાડીને 9.5 ટકા કરી દીધું છે. આ રીતે જ ફિલીપાઈન્સ માટે 7.9 ટકાથી ઘટાડીને 6 ટકા અને મલેશિયાને 6.2 ટકાથી ઘટાડીને 4.1 ટકા કરી દેવામાં આવ્યું છે.
ઉભરતી અર્થવ્યવસ્થાના સમૂહ બ્રિક્સમાં (BRICS) સામેલ ભારત દેશનો આર્થિક વૃદ્ધિદરનો અનુમાન ઘટાડવામાં આવ્યો છે. જ્યારે અન્ય ચાર દેશ જેવા કે રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલનું અનુમાન વધાર્યું છે. S&Pએ ચીન માટે આર્થિક વૃદ્ધિદરનું અનુમાન 8 ટકાથી વધારીને 8.3 ટકા કર્યું છે. બ્રાઝીલ માટે 3.4 ટકાથી વધારીને 4.7 ટકા કર્યું છે. રશિયા માટે 3.3થી વધારીને 3.7 કરી દેવામાં આવ્યું છે અને દક્ષિણ આફ્રિકા માટે 3.6 ટકાથી વધારીને 4.2 ટકા કરી દેવામાં આવ્યું છે.
S&Pએ પોતાની રિપોર્ટમાં મેક્સિકોના આર્થિક વૃદ્ધિદરમાં 4.9 ટકાથી વધારીને 5.8 રહેવાનું અનુમાન લગાવ્યું છે. બીજી બાજુ પોલેન્ડમાં 3.4 ટકાથી વધારીને 4.5 ટકા રહેવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. S&Pનું આ સંદર્ભે કહેવું છે કે ઉભરતી અર્થવ્યવસ્થાઓની સામે સૌથી મોટો પડકાર વેક્સિનેશનની ગતિ છે. જે ધીમી છે. એશિયાની ઉભરતી અર્થવ્યવસ્થામાં 100 લોકોમાં માત્ર 0.2ને વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જો વેક્સિનેશનની પ્રક્રિયા આ પ્રકારની જ રહી તો આ દેશની 70 ટકા જનસંખ્યાને વેક્સિન આપતા આગામી 23 મહિના લાગશે.
આ પહેલા પણ ચીનની અર્થવ્યવસ્થા વેગીલી બની હોવાના સમાચાર આવી ચૂક્યા છે. જ્યાં અન્ય દેશોની અર્થવ્યવસ્થાના ડબલા ડૂલ થઈ ચૂક્યા છે ત્યાં ચીનની અર્થવ્યવસ્થાને વિશ્વની તમામ એજન્સીઓ હાઈ પોંઈન્ટ રેટીંગ આપી રહી છે. ઉપરથી ચીન દ્વારા અન્ય દેશોને સપ્લાઈ કરવામાં આવેલી વેક્સિનની અસરકારકતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જેનો કેટલાય દેશો વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત