Homeસિનેમાવાદઅક્ષય કુમારનો પુત્ર આરવ ભાટિયાનો મિસ્ટ્રી ગર્લ સાથેનો ફોટો વાયરલ, જાણો કોણ...

અક્ષય કુમારનો પુત્ર આરવ ભાટિયાનો મિસ્ટ્રી ગર્લ સાથેનો ફોટો વાયરલ, જાણો કોણ છે તે ?

Team Chabuk-Entertainment Desk: અક્ષય કુમાર બોલિવૂડના સૌથી પ્રખ્યાત સુપરસ્ટારમાંથી એક છે. તેના કામની સાથે ચાહકો તેના પરિવારને પણ ખૂબ પસંદ કરે છે. અક્ષયને બે બાળકો આરવ ભાટિયા અને નિતારા ભાટિયા છે. ભલે બંને બાળકો લાઈમલાઈટથી દૂર હોય, પરંતુ ચાહકો બંનેને ક્યાંકને ક્યાંક સ્પોટ કરીને રહે છે. હવે આરવનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળી રહ્યો છે. અમે જણાવી રહ્યા છીએ કે આખરે આ છોકરી કોણ છે.

20 વર્ષના આરવ ભાટિયાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફોટામાં, તે એક સુંદર છોકરી સાથે જોઈ શકાય છે. આવી સ્થિતિમાં, ઘણા ચાહકો જાણવા માંગે છે કે આ છોકરી કોણ છે. જણાવી દઈએ કે આ છોકરી ખરેખર આરવની કઝીન છે. તે બીજું કોઈ નહીં પણ ટ્વિંકલ ખન્નાની બહેન અને અભિનેત્રી રિંકી ખન્નાની દીકરી છે. આરવ ભાટિયાની પિતરાઈ બહેનનું નામ નૌમિકા સરન છે અને તે 18 વર્ષની છે.

શનિવારે નૌમિકાએ ઈન્સ્ટાગ્રામ પર ભાઈ આરવ સાથેની સેલ્ફી શેર કરી હતી. આ ફોટોમાં બંને હસતા પોઝ આપતા જોવા મળ્યા હતા. આરવ બ્લુ શર્ટ પહેરીને સુંદર લાગી રહ્યો હતો. તેના ગળામાં ખૂબ જ સ્ટાઇલિશ નેકલેસ જોવા મળ્યો હતો. જ્યારે નૌમિકા સફેદ ડ્રેસ અને લોકેટ પહેરીને ક્યૂટ લુકમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ બંનેના ફોટાને પસંદ કરી રહ્યા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments