HomeવિશેષMaruti Car Discount: નવા વર્ષે મારૂતિની આ કાર પર મળી રહ્યું છે...

Maruti Car Discount: નવા વર્ષે મારૂતિની આ કાર પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, જાણો

Team Chabuk-Tech Desk: 2023માં કાર નિર્માતા કંપનીઓ પોતાની કાર પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જેના કારણે ગ્રાહકો વાહનોની ખરીદી પર ₹38,000 સુધીની બચત કરી શકે છે. આ કારોમાં Alto K10, S Presso, Maruti WagonR, Maruti Celerio, Alto 800, Dzire અને Maruti Swift જેવા મોડલનો સમાવેશ થાય છે.

Maruti અલ્ટો K10

મારુતિ અલ્ટો K10 હેચબેકને તાજેતરમાં નવા અવતારમાં લોન્ચ કરવામાં આવી છે. મારુતિ આ મહિને આ કાર પર 38,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેના CNG વેરિઅન્ટની ખરીદી પર ગ્રાહકો 38 હજાર રૂપિયા સુધીની બચત કરી શકે છે. જેમાં રૂ. 15,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 8,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

Maruti અલ્ટો 800

મારુતિ આ મહિને આ એન્ટ્રી-લેવલ હેચબેક કાર પર ₹31,000 સુધીનું ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ગ્રાહકો આ વાહનના ટોપ અને CNG મોડલની ખરીદી પર આ ઓફરનો લાભ લઈ શકે છે. જ્યારે કંપની આ કારના બેઝ મોડલ પર 11,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Maruti વેગન આર

મારુતિ વેગન આરની ખરીદી પર તમે 33 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો. ઓફરમાં ₹10,000નું રોકડ ડિસ્કાઉન્ટ, ₹15,000નું એક્સચેન્જ બોનસ અને ₹8,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ શામેલ છે. જ્યારે WagonR CNG પર 31,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

Maruti સુઝુકી સેલેરિયો

મારુતિ વેરિઅન્ટના આધારે Celerio હેચબેક પર ₹21,000 થી ₹31,000નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેના મેન્યુઅલ વેરિઅન્ટની ખરીદી પર 31,000 રૂપિયા અને ઓટોમેટિક વેરિઅન્ટ પર 21,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
મારુતિ એસ પ્રેસો

Maruti S-Presso

મારુતિ આ મહિને તેની S-Presso કાર પર રૂ. 36,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેના CNG વેરિઅન્ટની ખરીદી પર ગ્રાહકો 35,100 રૂપિયા સુધીની બચત કરી શકે છે. જેમાં રૂ. 15,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 6,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

Maruti સુઝુકી સ્વિફ્ટ

તમે મારુતિની સ્પોર્ટી ડિઝાઇન સાથે પ્રીમિયમ હેચબેક સ્વિફ્ટની ખરીદી પર રૂ. 27,000 સુધીની બચત કરી શકો છો. આ ઑફરમાં ₹5,000નું રોકડ ડિસ્કાઉન્ટ, ₹15,000નું એક્સચેન્જ બોનસ અને ₹7,000નું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ શામેલ છે. જ્યારે સ્વિફ્ટ CNG પર 10,100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

Maruti સુઝુકી ડિઝાયર

મારુતિ સુઝુકી ડિઝાયરના તમામ વેરિઅન્ટની ખરીદી પર તમે 17,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. જેમાં ₹10,000 નું એક્સચેન્જ બોનસ અને ₹7,000 નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments