Team Chabuk-National Desk: દેશના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે ભૂસ્ખલન અને આભ ફાટવાની ઘટનાઓ છેલ્લા એક અઠવાડિયામાં સામે આવી છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગત મહિને જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચોમાસાએ ગતિ પકડી હતી. જોકે છેલ્લે છેલ્લે વરસાદની ઝડપમાં ઘટાડો આવી જતાં 7 ટકા જ વરસાદ સાથે જુલાઈ મહિનો પણ પૂર્ણ થયો છે.
ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર મૃત્યુજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, જુલાઈ મહિનામાં વરસાદ સાત ટકા જ રહ્યો. જે લોંગ પીરિયડ એવરેજનો 93 ટકા છે. 96-104ની રેન્જ સામાન્ય અને 90-96ની રેન્જને સામાન્યથી ઓછી માનવામાં આવે છે. જુલાઈ મહિનામાં કોસ્ટલ અને સેન્ટ્ર્લ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટકમાં મહત્તમ વરસાદ નોંધાયો હતો. મહારાષ્ટ્રના કેટલાય નાના મોટા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ભુસ્ખલન થયું હતું. જેમાં જાન માલને તો નુકસાન થયું જ પણ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ઉત્તર ભારતીય રાજ્ય જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં પણ કેટલાય લોકોનાં જીવ હોમાયા તો કેટલાય લાપતા થઈ ગયા હતા. બીજી બાજુ રાજધાની દિલ્હીમાં પણ છેલ્લા કેટલાક અઠવાડિયામાં સારો વરસાદ નોંધાયો હતો. આમ છતાં જુલાઈ મહિનાનો જે આંક હતો તેને વરસાદ વટાવી નથી શક્યો અને સાત પર આંકડો સ્થિર રહી ગયો છે.
આ અંગે ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના વડા મહાપાત્રાએ જણાવ્યું હતું કે, જુલાઈ મહિના માટે અમે સામાન્ય વરસાદની ભવિષ્યવાણી કરી હતી. જે લોંગ પીરિયડ એવરેજના (LPA) 96 ટકા છે. જુલાઈનો મહિનો દેશમાં સૌથી વધારે વરસાદ લાવે છે પણ 8 જુલાઈના રોજ ઉત્તર ભારતના એક પણ વિસ્તારમાં વરસાદ નહોતો થયો. આ કારણે જ આંકડો ઓછો થયો છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પોતાના નોર્મલ શેડ્યુલથી બે દિવસ બાદ ત્રણ જૂનનાં રોજ કેરળ પહોંચ્યું હતું. 19 જૂન સુધી ખૂબ જ ઝડપથી પૂર્વ, પશ્ચિમ દક્ષિણ અને ઉત્તર ભારતના કેટલાક ભાગને કવર કરી લીધું હતું. જે પછી તેની ગતિમાં ઘટાડો આવ્યો હતો અને ભારતના અઢળક વિસ્તારોને મેઘરાજાની પ્રતિક્ષામાં સમય વ્યતીત કરવો પડ્યો હતો. 8 જુલાઈથી વરસાદની શરૂઆત ફરી થઈ હતી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 16 દિવસ પશ્ચાત 13 જુલાઈના રોજ દિલ્હી પહોચ્યું હતું. જેને વરસાદની તાતી જરૂરિયાત હતી. એ દિવસે જ સમગ્ર દેશમાં વરસાદ ખાબક્યો હતો. આ પહેલા જૂન મહિનામાં સામાન્યથી દસ ટકા વરસાદની નોંધણી થઈ હતી. 4 મહિનાની સીઝનમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો.
કુલ દેશમાં 1 જૂનથી 31 જુલાઈ સુધીમાં સામાન્યથી એક ટકા ઓછો વરસાદ પડ્યો છે. IMDના ઈસ્ટ અને નોર્થ વેસ્ટ તમામ ડિવીઝનને એકઠા કરતા 13 ટકા વરસાદ થયો હતો. તો ઉત્તર ભારતને કવર કરનારા નોર્થ વેસ્ટ ડિવીઝનમાં 2 ટકા વરસાદની નોંધણી થઈ હતી. દક્ષિણના રાજ્યોને કવર કરનારા સાઉથ પેનિનસુલા ડિવીઝનમાં 17 ટકા વરસાદ નોંધાયો હતો. સેન્ટ્રલ ઈન્ડિયા ડિવીઝનમાં સામાન્યથી એક ટકા વરસાદ નોંધાયો હતો.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ