Homeગામનાં ચોરેએવિએશન સેક્ટરમાં અદાણી ‘રાજ’: મુંબઈ એરપોર્ટનું મેનેજમેન્ટ અદાણીએ ટેકઓવર કર્યું

એવિએશન સેક્ટરમાં અદાણી ‘રાજ’: મુંબઈ એરપોર્ટનું મેનેજમેન્ટ અદાણીએ ટેકઓવર કર્યું

Team Chabuk-National Desk: ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani)ના અદાણી ગ્રુપે (Adani Group) મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ટેકઓવર કરી લીધું છે. ખુદ ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને મંગળવારે આ વાતની જાણકારી લોકોની સમક્ષ મૂકી હતી. અદાણી ગ્રુપ છેલ્લા કેટલાક સમયથી એવિએશન સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે. મુંબઈ એરપોર્ટના મેનેજમેન્ટને ટેકઓવર કરવું એ આ દિશામાં એક મોટું પગલું છે.

ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને લખ્યું કે, વર્લ્ડ ક્લાસ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું મેનેજમેન્ટ ટેકઓવર કરીને અમને ખુશી છે. મુંબઈને ગૌરવ અપાવવું એ અમારું વચન છે. અદાણી સમૂહ બિઝનેસ, લક્ઝરી અને મનોરંજન માટે મુંબઈ એરપોર્ટને વધુ આરામદાયક બનાવીશું. અમે હજારો સ્થાનિકોને નવી રોજગારી આપીશું.

દેશના મુખ્ય એરપોર્ટનું મેનેજમેન્ટ ખાનગી સેક્ટરના હાથમાં આપવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2019માં શરૂઆત કરી હતી. ત્યારે અદાણી ગ્રુપને અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલુરુ, તિરુવનંતપુરમ એરપોર્ટના મેનેજમેન્ટનું કામ મળી ગયું હતું. 2019માં બીડિંગમાં મળેલી જીત બાદ અદાણી ગ્રુપ પાસે આ એરપોર્ટને ઓપરેટ કરવાની જવાબદારી આગામી 50 વર્ષ સુધી રહેશે.

AAHL ગત વર્ષે જ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)માં વધુ બે સ્ટેક હોલ્ડર પાસેથી 23.5%ની ભાગીદારી ખરીદી હતી. આ બન્ને કંપની દક્ષિણ આફ્રિકાની Bidvest (13.5%) અને એરપોર્ટ કંપની ઓફ સાઉથ આફ્રિકા (10%) હતી. આ ડીલ 1,685 કરોડ રૂપિયાની હતી. આ ઉપરાંત MIALમાં 50.5% ભાગીદારીવાળા GVK ગ્રુપ સાથે અદાણી ગ્રુપે ગત ઓગસ્ટમાં જ ડીલ કરી હતી. આ ડીલ અંતર્ગત અદાણી ગ્રુપે GVKને લગભગ 2,500 કરોડ રૂપિયાનાં દેવાને પણ પોતાના હાથમાં લેવાની સહમતી આપી હતી

હવે GVKનો સ્ટેક લીધા બાદ મુંબઈ એરપોર્ટનું સમગ્ર મેનેજમેન્ટ અદાણી ગ્રુપ પાસે આવી ગયું છે. કેન્દ્ર સરકાર અને સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (CIDCO) ઓફ મહારાષ્ટ્રથી જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ મંગળવારે MIALને બોર્ડની બેઠકમાં આ નિર્ણય કરાયો છે.

અદાણી ગ્રુપ સબસિડિયરી કંપની AAHL હવે દેશની સૌથી મોટી એરપોર્ટ કંપની બની ગઈ છે. મુંબઈ એરપોર્ટના મેનેજમેન્ટને ટેકઓવર કરતાં જ કંપની પાસે હવે કુલ સાત એરપોર્ટનું મેનેજમેન્ટ આવી ગયું છે. સાથે જ કંપની આગામી મહિનાથી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણનું કામ કરશે. આ એરપોર્ટ વર્ષ 2024 સુધીમાં ચાલુ થઈ જશે.

મુંબઈ દેશનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. 6 એરપોર્ટની સાથે AAHL પાસે હવે કુલ એરપોર્ટ ફૂટકોલ 25 ટકા છે. MIAL મળ્યા પછી હવે કંપની પાસે દેશનો એર કાર્ગો ટ્રાફિકનો 33 ટકા હિસ્સો પણ આવી ગયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments