Homeગામનાં ચોરેદલિત યુવકે અન્ય જાતિની યુવતી સાથે લગ્ન કરતા મોતને ઘાટ ઉતારી દેવામાં...

દલિત યુવકે અન્ય જાતિની યુવતી સાથે લગ્ન કરતા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, આજે 18 વર્ષે એ કેસમાં આરોપીઓને આ સજા થઈ છે

Team Chabuk-National Desk: તમિલનાડુના કુડ્ડાલોર કોર્ટે ડબલ મર્ડરના એક કેસનો 18 વર્ષ બાદ ફેસલો સંભળાવ્યો છે. 2003માં એક દંપતિની હત્યા થઈ હતી. અલગ અલગ જાતિ ના આ દંપતિએ પ્રેમ વિવાહ કર્યા હતા. છોકરીના પરિવારે આ હત્યાને આત્મહત્યા બતાવવાનો મૂર્ખામીભર્યો પ્રયાસ કર્યો હતો. હવે આ જધન્ય અપરાધના કેસમાં મુખ્ય આરોપીને ફાંસી અને અન્ય 12 આરોપીઓને ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી છે.

rps baby world

આજથી 18 વર્ષ પૂર્વે 25 વર્ષીય દલિત યુવક મુરુગસન હતો. તેને ડી કન્નાગી નામની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. છોકરીની વય 22 વર્ષની હતી. છોકરી કન્નાગી પણ મુરુગસનને પસંદ કરતી હતી. બંનેની મુલાકાત અન્નામલાઈ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. મુરુગસન કેમિકલ એન્જિનિયર હતો. સામે કન્નાગી કૉમર્સ શાખામાં ડિપ્લોમાં હોલ્ડર હતી.

rps baby world

કન્નાગી વન્નિયાર સમુદાયથી આવતી હતી. મુરુગસન દલિત હતો. છોકરીના પરિવારના ભયથી બેઉંએ 5 મે 2003માં ચોરી છૂપે રજીસ્ટર વિવાહ કરી લીધા હતા. નક્કી કર્યું કે જ્યાં સુધી મુરુગસનને નોકરી નથી મળી જતી ત્યાં સુધી આ વિવાહને એક રહસ્ય જ રાખવાનું છે. લગ્નના થોડા સમય બાદ કન્નાગીના પરિવારજનોને એનકેન પ્રકારે આ વિવાહની જાણકારી મળી ગઈ. ત્યાં સુધીમાં મુરુગસને પણ તુરુપ્પુરમાં નોકરી શોધી લીધી હતી. નિર્ણય લીધો કે કન્નાગીને તેના પરિવારના ઘરેથી લઈને અહીં આવી જશે. બંને રાજીખુશીથી જિંદગી પસાર કરશે.

rps baby world

મુરુગસને કન્નાગીને પોતાના સંબંધિઓના ઘરમાં છુપાવી દીધી હતી. 7 જુલાઈના રોજ કન્નાગીના પિતા સી દુરાઈસામી પોતાના મોટા દીકરા અને કેટલાક અન્ય લોકોની સાથે મુરુગસનની પાસે પહોંચી ગયા. કોઈ પણ રીતે આકાશ-પાતાળ એક કરી તેમણે છોકરાને શોધી લીધો હતો. તેમણે દલિત યુવકને ટોર્ચર કર્યો અને કન્નાગી ક્યાં છે તે જાણી લીધું.

rps baby world

એ પછી કન્નાગી અને મુરુગસન બંનેને લઈ પુથુક્કોરાઈપ્પેત્તાઈ ગામમાં આવી ગયા. 300 ગામના લોકોની સામે તેમને ઝેર પીવા પર મજબૂર કરી દીધા. એ પછી તેમને સળગાવી દેવામાં આવ્યા. શરૂઆતમાં આત્મહત્યાની વાત ચાલી. તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. સીબીઆઈએ વર્ષ 2009માં 690 પાનાની ચાર્જશીટ દાખલ કરી દીધી. સીબીઆઈની તપાસના આધારે 15 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી. તેમાંથી બેને છોડી દેવામાં આવ્યા.

rps baby world

24 સપ્ટેમ્બરના રોજ કોર્ટે કન્નાગીના ભાઈ મારુદુપાનદિયનને મુખ્ય આરોપી માનતા તેને મોતની સજા સંભળાવી છે. દુરાઈસામી સહિતના અગિયાર આરોપીઓને ઉંમર કેદની સજા આપવામાં આવી છે. આ 12 લોકોમાં રખેવાડ એવા બે પોલીસનો પણ સમાવેશ થાય છે. જસ્ટીસ ઉધમરાજાએ કહ્યું કે, કન્નાગી અને મુરુગસનની સાથે જે થયું હતું, એ ખૂબ જ ક્રૂર હતું. માનવતાની વિરૂદ્ધમાં હતું. સજાની ગંભીરતા એ લોકો માટે એક બોધપાઠ રહેશે કે જે આજે પણ જાતિ પર આધારિત નફરતને માને છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments